________________
૩૮૧
બીજો ભાગ આયુષ્યનાં અને તે ય ઉત્તમ પ્રકારનાં સાધને મેળવવાં બહુ સહેલાં છે. તમારા પુણ્યના ઉદયે, તમને આટલી સહેલાઈ કરી આપી છે. તમે કેટલું બધું પુણ્ય ખચીને અહીં આવ્યા છે? કેટલા મહા પુણ્ય તમને આ બધી સામગ્રી મળી છે?, એને. તમે વિચાર કરે. તમારા પુણ્ય તમને છેક નિકટમાં લાવી મૂક્યા છે. હવે તે તમે ખરીદ કરે એટલી જ વાર છે બેલે, ત્રણમાં કયું ગમે છે? સર્વવિરતિ થવું ગમે છે, દેશવિરતિ થવું ગમે છે કે સમ્યગ્દષ્ટિ થવું ગમે છે? કહે કે-ગમે છે તે બધું, પણ સર્વવિરતિ સ્વીકારવાની અમારામાં શક્તિ નથી, દેશવિરતિને સ્વીકારવા માટે ય અમે પાંગળા છીએ, પણ સમ્યકત્વમાંથી જઈએ એવી અમારી જાત નથી. છેવટે આટલું તે કહી શકે છે ને? સર્વવિરતિને સ્વીકારવાના પરિણામો આવી જાય તો બહુ ઉત્તમ, તે ન આવે ને દેશવિરતિધર બનવાને ઉલ્લાસ જાગે તો ય સારૂં, પણ જેઓ એ બેમાંથી એકેયને સ્વીકારી શકે તેમ ન હોય, તેઓ આટલી બધી સામગ્રીને પામીને સમ્યકત્વથી પણ વંચિત રહે, એ તે નહિ જ બનવું જોઈએ ને? દેવગતિના આયુષ્યનાં જે બીજાં કારણે કહ્યાં છે, તેમાં એવું નિશ્ચિત નહિ જ કે-એ કારણેને સેવનાર વૈમાનિકમાં જ જાય; કદાચ ભવનપતિ, વ્યંતર, તિષ્કમાં પણ જાય; પરન્તુ આ ત્રણ કારણેમાં ઉપકારી મહાપુરૂષે ખાત્રી આપે છે કે-જે વખતે આયુષ્યને બંધ પડે, તે વખતે સર્વવિરતિના પરિણામ હોય, દેશવિરતિના પરિણામ હોય કે સમ્યકત્વના પરિણામ હોય, તે તમે વૈમાનિકથી ઓછાનું આયુષ્ય બધે જ નહિ ! તેમાંય, સમ્યકત્વને બરાબર સાચવી શકે, તે દેવભવનું આયુષ્ય ભેળવીને મનુષ્યગતિમાં આવે અને મનુષ્યગતિમાં સર્વવિરતિને પામે