________________
-
-
૩૭૮
ચાર ગતિનાં કારણે વિરતિ જ સ્વીકારવા યોગ્ય છે...એમાં શંકા જેવું હોય નહિ. તમે સર્વવિરતિ નથી-એ તે તમારું જીવન કહે છે અને જેઓએ દેશવિરતિપણું નથી લીધું તેનામાં ય એ નથી, પણ સમ્યગ્દર્શન છે કે નહિ? દેશવિરતિધર અને અવિરત સમ્ય. દૃષ્ટિ ઘરવાસવાળા તે છે જ, પણ ઘરવાસ છોડવા જેવો છે –એમ તેઓ માને છે કે નહિ? આટલું જાણવા છતાં પણ, જેમને ઘરવાસ છોડવા જેવું નથી લાગે, તેમનામાં સમ્યકત્વગુણ નથી; પણ, તમારામાં તે એ ગુણ છે ને? તમને તે તમારી દેવગતિ માટે શંકા નથી ને? તમે કેવા પરિણામમાં વર્તે છે, એને નિર્ણય તમારે કરે પડે અને તે વિવેકપૂર્વક ! બીજા તે કલ્પના કરી શકે. તમને લાગતું હોય તે તમે કહી શકે કે અમારામાં સમ્યકત્વને અગર દેશવિરતિને પરિણામ વિતે છે; અમને અમારી જાત માટે તે એની શંકા નથી; પછી જ્ઞાની ન સ્વીકારે, એટલે કે અમે ભૂલ ખાતા હેઈએ, તે એ વાત જુદી છે. આ નિર્ણય કરવાને માટે, તમારે વિચાર કરવું જોઈએ કે-હું સંસારમાં રહ્યો તે છું, પણ સંસારમાં રહેવું એ મને પસંદ છે? હું સાધુ થયે નથી, પણ હું સાધુ નથી થઈ શક્યો તે મારે સાધુ નથી થવું માટે કે હું મારા મનની અને શરીરની નબળાઈથી સાધુ નથી થઈ શક્યો ? આવા આવા પ્રશ્નો તમે પિતે જ તમને પૂછે, એ વિષે ઉડાણથી વિચારે અને એના સાચા જવાબ મેળવે. એમ કરતાં કરતાં પણ ગુણ પ્રગટવાની વકી છે. દીક્ષામાં અટકાયતઃ સવ છેકરે દીક્ષા લેવા તૈયાર થાય તે સમ્યગ્દષ્ટિ માતા-પિતા
તેને અટકાવવાને મથે ખરાં ?