________________
બીજો ભાગ
૩૭૧ વ્રત, ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાવ્રત-એ બારેય વ્રત લીધાં હશે, તે કેટલાકેએ એક આદિ થોડાં પણ વ્રત લીધાં હશે ને ? જેમણે દેશવિરતિ સ્વીકારી છે, તે બધા સર્વવિરતિ સ્વીકારવાને સમર્થ નહિ હતા, એટલે જ દેશવિરતિધર બન્યા છે, એમ માની લઉં ને? દેશવિરતિધરનું મન તે, એવું જ ને કેમારે અવિરતિથી છૂટવું છે, પણ મારું શરીર એવું નબળું છે અથવા મારૂં મન એવું નબળું છે અથવા તે શરીર અને મન બન્ને ય એવાં નબળાં છે કે-અવિરતિને સર્વથા ત્યાગ તે મારાથી બને તેમ નથી; એટલે, અવિરતિને દેશથી ત્યાગ તે હું કરું જ, કે જેથી મારી દેશવિરતિ મારા સર્વવિરતિના અંતરાયને તેડનારી બને દેશવિરતિને સ્વીકારનારાઓમાં, ક્યારે મારી માની ને શરીરની અશકિત ઘટે ને ક્યારે હું સર્વવિરતિને પામું, આ અભિલાષ તે જીવન્ત હાય ને? “ક્યારે નબળું મન સબળું બને અને ક્યારે શરીર બળવાન અને, કે જેથી હું સર્વવિરતિને પામું !”—આવી ભાવનાવાળા દેશવિરતિધર કેટલા? આવી સામગ્રીના વેગમાં પણ જે સર્વવિરતિને પામવાને અભિલાષ માત્રેય ન હોય, તે સાવ ઉડી જવા જેવું થાય; કારણ કે એથી એવું નક્કી થાય છે કેએને પરિણામ પાંચમા ગુણઠાણને તે નથી, પણ ચોથા ગુણઠાણને ય નથી ! તમે જે દેશવિરતિધર છે, તે કેવા છે? સર્વવિરતિને પામવાની ઈચ્છા પૂબ ખૂબ છે, તેમાં અંતરાય કરનારી મનની આસક્તિ ઉપર તિરસ્કાર છે અને જેઓ શરીરે અશકત હોય તે કપાળે હાથ દે છે કે-શરીર સંબંધી પુણ્ય ઓછું એટલે રહી ગયે, આવા દેશવિરતિધર કેટલા? જેનામાં સમ્યક્ત્વ હોય અને સર્વવિરતિ માર્ગની