________________
૩૭
ચાર ગતિનાં કારણો કેબીચારાઓનું કર્મ એવા પ્રકારનું હશે; અને એથી અમે, તમારૂં એ પ્રકારનું કર્મ કેમ ભેદાય, એની જયેજના વિચારીએ. કેમ આમ? તે કે-આના જે કલ્યાણને કેઈઉપાય નથી–એ વાત જેમ નક્કી છે; તેમ, ભારેકમી આત્માઓને આ ઉપાય રૂચે નહિ અને રૂચે તે ય પ્રમાદાદિને લઈને અનેક પ્રકારની ભૂલ જીવોથી થઈ જાય, એમ પણ આ શાસ્ત્ર કહે છે. તમને પણ જો આ ધ્યેય બરાબર લક્ષ્યમાં આવી જાય, તે તમે તમારાં છોકરાંઓ આદિને આ ધ્યેયને સમજાવવાને પ્રયત્ન કરી શકે. પછી તે, તમે, યોગ્ય તકેને શેધ્યા જ કરે; અને જ્યારે તક લાગે ત્યારે, તમને તે ન સાંભળે તે ય તે પોતાના લાગતા હોય એટલે કહેવાનું મન થાય. જેમ અહીં તમારૂં ઘડતર એવું તે થઈ ગયું કે-ત્યાગની વાત આવે તે તમને અરૂચિ ન થાય અને ન બને તે ય તમે નીચું ઘાલે પણ જે કહેવાય તે પ્રેમથી સાંભળે. પહેલાં ત્યાગની વાત આવતાં કેવું થતું ? જરા નવાઈ લાગતી ને? તેમ, તમે પણ કમે ક્રમે તમારા સ્નેહી–સંબંધિઓ આદિનું ઘડતર કરી શકે. વાત એ છે કે એ માટે તમે તમારા હૈયાને તૈયાર કરે અને મનમાં એવું સુનિશ્ચિત કરી લે કે-“આપણે આ જીવનમાં સર્વ. વિરતિને પામી શકીએ કેન પામી શકીએ, તે પણ આ જીવનમાં ખરેખર પામવા લાયક કઈ વસ્તુ હોય, તે તે ભગવાને કહેલી સર્વવિરતિ જ છે.' સર્વવિરતિની ઇચ્છાવાળા દેશવિરતિધર કેટલા?
અહીં બેઠેલાઓમાં, જેમણે દેશવિરતિને સ્વીકાર કર્યો હોય, એવા તે ઠીક ઠીક સંખ્યામાં હશે ને? કેઈએ પાંચ અણુ