________________
બીજો ભાગ
१७ કઈ પણ વસ્તુના વ્યસન કરતાં ખરાબ છે-એમ લાગે છે ? અને વિરતિને પામવાના કેડ છે? સ૦ પહેલાં આવા વિચારે થયા નહિ અને હવે વિચારે
આવે છે, પણ શરીરની અને મનની અશકિત અંતરાય કરે છે.
શ્રી વીતરાગના શાસનને આછું આછું પણ સમજીને, કયારથી ધર્મ કરવા માંડ્યો?ઘણું વર્ષો સુધી ધર્મ કરવા છતાં પણું, સર્વવિરતિ એ જ ધર્મ છે, એકલે ધર્મ સર્વવિરતિપણામાં જ છે અને આ બધી ક્રિયાઓ એ ધર્મને પામવાને માટે છે, એ ખ્યાલ આવ્યે નહિ ને ? વર્ષો સુધી આ ખ્યાલ આવ્યે નહિ, છતાં કરીએ છીએ તે ધર્મ ઘણે છે–એમ માને છે ને? આ સંતેષ અનુભવનારા ઘણા છે. વાત વાતમાં એમ જ કહે કે-આપણે તે ભાઈ! ઘણું કરીએ છીએ; એનાથી વધારે તે શું થાય?” સાધુઓને જુએ, સાધુઓને માને, સાધુઓને સેવે, પણ “મારે ય કરવા જેવું આ છે –આ વિચાર આવે નહિ! ભગવાન પાસે જાય, ભગવાનના ગુણ ગાય, પણ “હે ભગવદ્ ! મારે તારૂં સાધુપણું જોઈએ છે ”—એવી પ્રાર્થના કરવાનું મન થાય નહિ ને? શ્રી વીતરાગ દેવને અને નિર્ગથી સાધુઓને સેવતાં પણ “જીવનમાં આ જ પામવા જેવું છે અને બાકીની ધર્મકિયાએ આને પામવાને માટે છે એટલે કેસાધુપણાને પામવામાં મને જે અંતરાય નડે છે, તે આ ક્રિયાએથી તૂટે!”–આ ખ્યાલ વર્ષો સુધી કેમ આવ્યે નહિ? તમે આ વાત સમજી જાવ, તે તમારાં કરાંઓને પણ તમે આ વાત સમજાવી શકે. તમારાં છોકરાંઓને ઉન્માર્ગે જતાં બચાવવાં અને આ માર્ગમાં જવાં, એ તમારી જવાબદારી