________________
१८
ચાર ગતિનાં કારણે છે. તમે જે આ વાતને બરાબર હૈયામાં ઉતારીને છોકરાંઓને સમજાવવાની મહેનત કરે, તે બે-પાંચ વર્ષે કરાએ સુધરી જાય. પછી તે, તમારા ઘરમાંથી સંયમિઓને પાક થવા માંડે. આવું કાંઈ કરવું છે કે ખાલી વાતમાં જીન્દગી ગુમાવી દેવી. છે? આજે પણ જે ધ્યેયને સમજી શક્યા છે, તે તમને શું નડતર છે, તે વિચારે! આ ધ્યેયમાં તમે મક્કમ બને, તે તમને તમારાં છોકરાંઓ ઉંમર વટાવી જાય અને શરીરેનબળાં પડી જાય, તે પહેલાં આ પામે તે સારૂં-એમ થાય! અહીં જેમ તમારૂં ઘડતર થયું તેમ તમે ઘરે સંબંધિઓ
આદિનું ઘડતર કરી શકે? હવે તે તમે તમારા સ્નેહી-સંબંધી આદિને કહેવાના. ને કે આપણે ઘરમાં રહીને જે કાંઈ ધર્મક્રિયાઓ કરીએ છીએ, તે એ માટે કરીએ છીએ કે આ ગ્રહવાસથી આપણે છૂટીએ? સાધુપણાને પામવાને માટે આપણે આ મહેનત કરવાની છે, એમ હવે તે તમે કહેશે ને ? બધાને સમજાવશે ને કે જ્યાં સુધી સાધુપણને આપણે પામીએ નહિ, ત્યાં સુધી આપણે આ ભવના સારને પામ્યા નથી, કેમ કે-દેશવિરતિ પણું તે તિર્યંચગતિમાં પણ પામી શકાય છે અને સમ્યક્ત્વ તો નરકગતિમાં પણ પામી શકાય છે, પણ સર્વવિરતિ તે માત્ર આ મનુષ્યભવમાં જ પામી શકાય છે. નરક, તિર્યંચ કે દેવભવમાં પામી શકાય નહિ અને એક માત્ર આ ભવમાં જ પામી શકાય. એવી કઈ ઉત્તમ વસ્તુ હોય, તે તે આ સર્વવિરતિ જ છે; એટલે, આ ભવમાં તે, સર્વવિરતિને જ પામવાને પ્રયત્ન કરે જોઈએ. આવી વાતે, ઘરમાં કરાંઓને કહેતા હો, તે તમે રહી જાવ