________________
ચાર ગતિનાં કારણે ક્યારે થાય? અવિરતિ તજવા જેવી જ છે, એમ લાગે તે ને? તમે અવિરતિમાં બેઠા છે, પણ અવિરતિમાં રહેવું એ તમને પસંદ તે નહિ ને? તમને એમ લાગે છે ખરું કે–તમને જે અવિરતિ ખટકી જ હોત અને વિરતિ કરવાની ભાવનામાં તમે રમતા હોત, તે આવી ને આવી દશામાં તમે આટલી વયે પહોંચ્યા હતા નહિ? અને, તમારી ધર્મકિયાઓએ તમને અત્યાર સુધીમાં કેટલો બધો લાભ આપ્યા હોત ? તમને અવિરતિને ગાઢ ઉદય છે, એ જે તમે અનુભવ કર્યો હોય, તે તે કહેઅવિરતિએ તમને પકડી રાખ્યા છે કે અવિરતિને તમે પકડી રાખી છે?
સ0 મનની આસક્તિ સંસારમાં છે.
સંસારમાં આસકિત, એ મનની નબળાઈને પણ એક પ્રકાર હોઈ શકે, પણ મનની નબળાઈ એવી તે નહિ ને કેઅવિરતિમાં જ આનન્દ છે? અવિરતિ ખટકતી હોવા છતાં પણ, મનની આસક્તિ સંસારમાં હોય-એ બને, પણ તે કેવી? જે મન સંસારના સુખ તરફ ખેંચાય, જે મન વિરતિના પરિણામને આવવા ન દે, તે જ મન એમ પણ કહે કે-“આ ભૂંડું થાય છે; સંસાર તજવા જે છે; વિરતિ વિના ઉદ્ધાર નથી; ક્યારે મારામાં વિરતિને ઉલ્લાસ પ્રગટે! ” સંસારમાં આસક્ત એવું પણ મન, સંસાર પ્રત્યે ઉદાસીનભાવ અનુભવે. જેમ કેટલાક વ્યસનિઓ વ્યસનને છેડી શકે નહિ, મન વારંવાર વ્યસનને સેવવા તરફ લલચાય, વ્યસનને સેવે ત્યારે ચેન અનુભવે, છતાં પણ એ વાત એમના હૈયામાં બરાબર કેતરાએલી હોય કે-“આ વ્યસન સારૂં નથી” અને એથી એમને એમ પણ થાય કે-“જ્યારે આનાથી છૂટાય? અવિરતિ, એ બીજી