________________
બીજો ભાગ
૧૫ ધર્મ હોય તે દુર્ગતિ થાય નહિ! એવાની પણ દુર્ગતિ ન થાય, તે તમે તે આટલી ધર્મક્રિયા કરે છે, એટલે તમારી દુર્ગતિ તો થાય જ શાની? પણ તમારે એટલી ખાત્રી આપવી પડે કે–“અમારું હૈયું ધર્મથી રંગાયેલું છે! અધર્મને આ ચરીએ છીએ ત્યારે પણ હૈયાને અધર્મથી લેપાવા દેતા નથી. નહિ કરવા લાયક કામ અમે સગવશાત કરીએ છીએ, પણ એવી સ્થિતિમાંથી ક્યારે છૂટાય, એમ થયા જ કરે છે!” જીવવાને ઇચ્છે તે શા માટે ? '
સુતી વખતે તમે એવી ખાત્રીપૂર્વક સુએ છે ને કે જે કદાચ આ પથારીમાંથી હવે હું ઉઠી શકું નહિ અને રાતે રાત મરી જાઉં, તે પણ મને એને ભય નથી!” તમે બધા મરણથી ડરનારા નથી, એમ ને? કેમ કે–તમને ખાત્રી છે કે-જમ્યા તે મરવાના; હું જમ્યો છું માટે હું પણ મરવાને પણ અહીં આવ્યો છું એવી રીતિએ, કે જેમાં મેં અહીંથી મર્યા બાદ મને આગળ સારૂં જ સ્થાન મળે, એવી તૈયારી કરી લીધી છે! સ0 એવી તૈયારીવાળે પણ ભરણથી બચવાને અને જીવતા
રહેવાનો પ્રયત્ન કરે કે નહિ? મરણની આવી તૈયારીવાળે, મરણને જાણી જોઈને ભેટે, એ વાત નથી. મરણ આવી પડે તે મુંઝાય નહિ અને સમાધિપૂર્વક મરે, એની વાત છે. અહીં હમણાં સપનીકળી આવે, તે એ કરડે નહિ–એ માટે અમે પણ ખસી જઈએ. સર્ષથી બચવા પ્રયત્ન સાધુ પણ કરે. કેમ? જીવીશું તો ધર્મ કરીશું, એમ માને છે! વળી, એમ કરવામાં સમાધિ