________________
३६४
ચાર ગતિનાં કારણે પરિણામને પેદા કરનારી બને શી રીતિએ? એ વિરતિના પરિણામેને પેદા કરે કે અવિરતિના રસને ગાઢ બનાવે અવિરતિમાં જ જેને સુખ ભાસે, તેનામાં સમ્યગ્દર્શન ગુણ હોય નહિ. આપણે તે થેડી પણ વિરતિ, એક નવકારશીનું પચ્ચ
ખાણ પણ, વિરતિના પરિણામને પેદા કરી શકે, એવી રીતિએ કરવું છે ને? સંસારમાં ભટકવાનું આપણને ગમતું નથી, આપણને આપણે સંસારપર્યાય ખટકે છે અને ક્યારે આપણે એક્ષપર્યાય પ્રગટે એવી આપણી ઈચ્છા છે, એ માટે જ આપણે થોડી પણ વિરતિને સેવીએ છીએ ને? આપણે ઈચ્છા તે એવી જ કે-આપણે અવિરતિને સર્વથા ત્યાગ કરીએ અને સર્વવિરતિને સ્વીકારીને એકાન્ત મોક્ષમાર્ગની આરાધના કરીએ; પણ, આપણે માટે અત્યારે અવિરતિને સર્વથા ત્યાગ શક્ય નથી, માટે જ આપણે દેશથી વિરતિ કરીએ છીએ; આવું તમારા અંતરમાં છે કે નહિ? આ ભાવ ન હોય, તે આ ભાવને પેદા કર્યા વિના છૂટકે નથી. સંયમિને ય સાવધ રહેવું પડેઃ
દેવભવના આયુષ્યના આશ્રામાં, પહેલે આશ્રવ રાગ સંયમ છે અને બીજો આશ્રવ દેશવિરતિ છે. આ બન્ને આશ્ર
ને, પરસ્પર સંબંધ છે. અવિરતિ તજવા જેવી જ છે, એમ સંયમી પણ માને અને દેશવિરતિ પણ માને. સરાગ સંયમ એટલે શ્રી વીતરાગના શાસનની સાધુતા, સર્વવિરતિ વિના મળે નહિ. તમે હજુ સુધી સાધુ નથી થયા, એટલે દેવગતિને પામવાનું એક કારણ અત્યાર સુધી તે ગયું ને? જેમણે દેશવિરતિપણું ન સ્વીકાર્યું હોય, તેમનાં પહેલાં બને કારણે અત્યાર