________________
૩૬૨
ચાર ગતિનાં કારણો મરવું સારૂં માટે, હું મારામાં સંયમપાલનની શકિત છે કે નહિ, તે તપાસ્યા કરૂં છું; અને એથી, સંયમ ગમતું હોવા છતાં ય, સંયમને લેવાને ઉત્સાહ જાગતું નથી. સંયમની ભાવના ઘણી હોય અને સંયમપાલનની શક્તિ ન હોય, તે એમ પણ કહી શકે કે-રેજ સવારે ઉઠું છું ને હૈયામાં એ વિચાર આવે છે કેહું સાધુ થઈ શકું તેમ છું? ને સૂતાં હું દુઃખી થઈને સૂઈ જાઉં છું કે–આજને દહાડે સાધુપણું વગરને ગ.” આવું તમે પ્રમાણિકપણે કહી શકે તેમ છો?
સ૦ ભાવના જોઈએ ને?
સાધુપણાને પામવાની ભાવના જ જે ન હોય, તે એ. જેનપણની ખામી ગણાય. જેનામાં જેનપણું ઝળકતું હોય, તે સંયમ લે જ એ નિયમ નહિ! પણ એને સંયમની ભાવના જ ન હોય, એ બને નહિ ! શક્તિ ન હોય, તે ય એને વારવાર-અવસરે અવસરે “રહી ગયે” “રહી ગયે”-એમ તે થાય ! તમને એવું થાય છે? એવું ન થતું હોય, તે તેનું કારણ શોધે! બહુલતા તૈયારી હૈયાની નથી, એમ લાગે છે? તક આવે ને શક્તિ આવે તે સંસારમાંથી નીકળી જવું છે -એવું હૈયામાં ન હોય, તે એ ઘણું જ અશોભનીય ગણાય.
સવ મન નબળું હોય છે ?
શરીર જેમ અશક્ત હોઈ શકે, તેમ મન પણ અશક્ત. હોઈ શકે, પણ અનુકૂળતા હોય તે લેવાની ઈચ્છા ખરી કે નહિ? આજે ઘણે ભાગે આ ઈચ્છા નથી, એ મેટી પંચાત છે. ગરીબ છંદગીભર ગરીબ રહે એમ બને, પણ શ્રીમંત થવાની ઈચ્છા ન હોય એ બને? વર્તમાન કાળમાં ઘણું જૈનેમાં પણ સંયમને પામવાની ઈચ્છા જણાતી નથી. સર્વસંયમના.