________________
બીજો ભાગ ને હું પામે છું પણ આ જન્મમાં રળવા જેવું હજુ હું રળી શક્યો નથી, એમ થયા જ કરે. તમે કહી શકે કે-હૈયાની આવી તૈયારી તે છે, પણ ઉંમર વટાઈ ગઈ છે એટલે ઉપાય નથી; જેમની ઉંમર વટાઈ ગઈ ન હોય, પણ શરીરે નબળા હોય, તે તેમ કહી શકે; અથવા, ઉંમરમાં ને શરીરમાં વધે ન હોય, પણ સંયમના પાલન માટેની શકિત ન હોય, તે એમ કહે કે-હજુ ઉંમરની લાયકાત ગુમાવી બેઠે નથી અને શરીર રેગી છે એમ પણ નથી, પણ મન એવું નબળું છે કે સંયમ પળે તેમ નથી, સંયમ લઉં તે વિરાધના થાય તેમ છે, બાકી, ભાવના તે એ જ છે કે-જ્યારે હું શ્રી વીતરાગ પરમાત્માની સાધુતાને પામું! વય હોવા છતાં અને શરીર પણ સારું હોવા છતાં, સંયમપાલનની શકિત નહિ હોવાના કારણે તમે સંયમને ગ્રહણ કરવાની તત્પરતા ન બતાવી શકે–એ બને, એ તે નિરૂપાય દશા કહેવાય; પણ હૈયાની તૈયારી નથી, એટલે કે સંયમની ઈચ્છા જ નથી, એ કારણે જે તમે નીકળી જાવ, તે તે બહુ ખરાબ કહેવાય. સંયમની ઇચ્છા તે અવશ્ય જોઈ એઃ
જેન કુળમાં જન્મેલાઓ સદા સાધુ થવાની ભાવનાવાળા હોવા જોઈએ. સાધુ થવાની ભાવના ન હોય, તે જૈન કુળ મળ્યું પણ ફળ્યું નહિ, એમ કહેવું પડે. વયની અને શરીરની અનુકૂળતા હોવા છતાં પણ, સંયમપાલનની શક્તિ ન હોય, તે તેવી શકિત નથી-એમ કહી શકાય. કહી શકાય કે–આ લીધા પછી મૂકાય તે મારી જાતમાં નથી; આ લઈને હું મૂકું તે મારું કુળ લાજે કુળને એમ લજવવું, તે કરતાં તે