________________
૩૬૦
ચાર ગતિનાં કારણે રાગ મુંઝવે નહિ. દેવલોકમાં પણ જે વિરાગમાં ઝીલે, તેની તે પછીની પણ સગતિ નિશ્ચિત ! અરે, પછી જે કશી ભૂલભાલ ન થાય, તે મોક્ષ પણ હાથવેંતમાં ! તમે સંયમ લેવાને નિર્ણય ન કરી શકતા હે, તે તેમાં કારણ શું છે, એ તપાસો. સંયમની ભાવના ઘણી હોય, પણ વય વીતી જવાથી બાતલ થઈ ગયા છે? વય વીતી ગઈ નથી, પણ શરીર માંદલું હોય તે એ ય બાતલ થઈ જાય, કેમ કે-રોજ દવાના ડેઝ વિના જેનું શરીર ચાલતું ન હોય અને એથી સંયમનું પાલન જે સુન્દર પ્રકારે કરી શકે તેમ ન હોય, તે સંયમ લઈને કરે શું? વયમાં ય વધે ન હોય અને શરીર પણ સારૂં હોય, પણ સંયમપાલનની શક્તિ ન હોય-એમ પણ અને એમાં કેટલા નીકળી જાય છે? ઉંમરમાં નિષિદ્ધ વયની અંદર હય, શરીરે સશક્ત હોય અને સંયમના પાલનની શક્તિ હોય, પણ હૈયાની તૈયારી ન હોય એવા કેટલા? વસ્તુતઃ હિંયાની તૈયારી તે બધાની જોઈએ. વય આદિના કારણે સંયમ લઈ શકાય નહિ-એ જુદી વસ્તુ છે અને હૈયાની તૈયારી ન હૈયએ જુદી વસ્તુ છે.
સ. હૈયાની તૈયારી એટલે?
આ મનુષ્યજન્મની પ્રાપ્તિની સફલતા સંયમથી છે અને જ્યારે એવી તક આવી લાગે કે-હું અસંયમથી મૂકાવું અને અને સંયમને પામું, આવી ભાવના! સંયમને જે પામ્યા તે ફાવી ગયા અને હું સંયમને નથી પામી શક્યો માટે રહી ગયે! જેમ, બજારમાં ગયેલે માણસ બજારમાંથી કમાયા વિના અથવા તે ખેઈને આવે-એ બને, પણ એના હૈયામાં શું હોય? અમુક કમાયે ને હું રહી ગયે! તેમ, મનુષ્યજન્મ