________________
૩૫૮
ચાર ગતિનાં કારણો સરાગ સંયમ : સ, સરાગ સંયમ એટલે બહારથી સંયમ અને અન્તઃકરણમાં .
સંયમના પરિણામોને અભાવ? અન્તઃકરણમાં સંયમના પરિણામને અભાવ હોય, એવા પ્રકારના બાહ્ય સંયમને સરાગ સંયમ કહેવાય, એવું નથી. સાધુપણાને પામતી વખતે તેમ જ સાધુપણામાં જીવતી વખતે આત્મામાં સંયમના પરિણામે વિદ્યમાન છે, તે પણ જ્યાં સુધી રાગ ઉદયમાં વતો હોય, ત્યાં સુધીનું સંયમ એ સરાગ સંયમ કહેવાય. દશમા ગુણસ્થાનક સુધીના સંય મને સરાગ સંયમ કહેવાય. અગીઆરમાં ગુણસ્થાનકે રાગ ઉદયમાં હેત નથી, જ્યારે બારમા ગુણસ્થાનકે સર્વથા રાગરહિત દશા હોય છે. રાગ મૂળમાંથી મર્યા વિના, વીતરાગ બનાય નહિ અને રાગ જ્યાં સુધી ઉદયમાં વર્તતો હોય, ત્યાં સુધીના સંયમને સરાગ સંયમ કહેવાય. સરાગ સંયમ જે સારી રીતિએ પાળ્યું હોય, તે એમાંથી પરિણામેની ચઢતી ધારા આવતાં વીતરાગ સંયમને પામી શકાય. આ જન્મમાં સાધુ થઈને જ જીવવું—એ મારથ ખરો? “આ જીવનની કિંમત સંયમને આભારી છે, સંયમના પાલનથી જ આ જન્મને સારી રીતિએ સફલ કરી શકાય તેમ છે, માટે ક્યારે હું સંયમ-જીવનને જીવનારો બનું–આવી ભાવના તો તમે વારંવાર ભાવતા હશે ને? જેઓ ઉમરને વટાવી ગયા છે, અતિ વૃદ્ધાવસ્થાને પામ્યા છે અને જેઓ શરીરે અશક્ત થઈ ગયા. છે, તેઓને પણ રોજ એવો પશ્ચાત્તાપ તે થાય ને કે-આવા મનુષ્યજન્મને અને તેમાં પણ શ્રી વીતરાગ પરમાત્માના