________________
બીજો ભાગ
૩૫૭ અને પારકા તે પારકા–એ વૃત્તિમાં જે પડી ગયે, તેનું બધું બગડે. એની પૂજા વગેરેમાં ય બહુ માલ જેવું નહિ. જેને સાંસારિક પ્રવૃત્તિઓમાં મધ્યસ્થભાવ આવે, તેને ગુણેની પ્રાપ્તિ સુલભ. યાત્રામાં મધ્યસ્થભાવવાળાને, દેવગતિના આયુષ્યના શુભ પ્રકારના આશ્રનું આરાધન પણ સુલભ બને. દેવગતિના આયુષ્યના આશ્ર :
દેવગતિના આયુષ્યના આશ્રામાં, સરાગ સંયમને, પહેલા આશ્રવ તરીકે જણાવેલ છે. સરાગ સંયમ, દેશવિરતિ, અકામ નિજેરા, કલ્યાણમિત્રને સંયોગ, ધર્મશ્રવણમાં રસિકતા, પાત્રદાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયીની અવિરાધના, પદ્મ તથા પીત લેશ્યા, બાલ તપ, અગ્નિ વગેરેમાં બળી મરવું છે અને અવ્યક્ત સામાયિક –આ બધા દેવગતિના આયુષ્યને બાંધવાના આશ્રવે છે. અહીં જરા કઠણ કામ આવ્યું, કેમ? આ આશ્ર પણ, સમ્યગ્દષ્ટિને જ હોય અને મિથ્યાદષ્ટિને ન જ હોય એવું નથી; પણ બેયના સેવનમાં ઘણે તફાવત હાય. સમ્યગ્દષ્ટિ આત્માઓ બાલ તપ આદિને પસંદ કરે નહિ અને આજ્ઞાવિહિત તપ આદિ દ્વારા સકામ નિર્જરને સાધનારા બને. અહીં તે, જે જે કારણેથી દેવગતિના આયુષ્યને ઉપાર્જવાની શક્યતા છે, તે જણાવેલ છે; અને મિથ્યાદષ્ટિએ પણ દેવગતિના આયુષ્યને ઉપાઈ શકે છે. દેવગતિમાંનાં પણ અમુક અમુક સ્થાના આયુષ્યને તે સમ્યગ્દષ્ટિ આત્માએ જ ઉપાઈ શકે છે, પણ સામાન્ય રીતિએ દેવગતિના આયુષ્યના ઉપાર્જનનાં કારણે વર્ણવાતાં હોય, ત્યારે એ બધી બાબતેનું પૃથક્કરણ કરવાનું હોય નહિ.