________________
૩૫૬
ચાર ગતિનાં કારણે પ્રત્યેના રાગને ઘટાડવાને જ પ્રયત્ન કરે; જ્યારે, મિથ્યાત્વની મન્દતા હોય, તે સાંસારિક પ્રવૃત્તિઓને વિષે મધ્યસ્થભાવ આવે, એ સંભવિત છે. કુટુંબના કેટલાક વડાઓ પણ મધ્યસ્થભાવે રહેતા. કુટુંબમાં ઘણાં માણસે હોય, પણ સૌ વડિલની મર્યાદા એવી જાળવે કે–પિતાની અગ્ય પ્રવૃત્તિ એમની આંખે ચઢવા ન દે. કેઈ વખતે કાંઈ લાગી ગયું હોય અને વડિલ આવી ચઢે, તે ઝટ ચૂપ થઈ જાય. પૂછીએ કે-એમ કેમ? તે કહે કે-બાપા જાણે તે એમના હૈયાથી ઉતરી જઈએ. વડિલ પણ સૌ પ્રત્યે મધ્યસ્થભાવે વર્તે. આજે કુટુંબના માલિકેનું એવા પ્રકારનું પુણ્ય ઓછું જોવા મળે છે અને મધ્યસ્થભાવ પણ એ છે જોવા મળે છે. ઘરમાં બેઠે છે એટલે દુન્યવી ક્રિયાઓ કરે ખરે, પણ તે મધ્યસ્થભાવે કરે. સંસાર ખરાબ લાગે હોય તે જ આ બને-એમ નહિ, પણ સંસારમાં સારી રીતિએ જીવવું હોય, આબરૂભેર જીવવું હોય, તે આમ વર્તવું જોઈએએમ પણ લાગે. આ માણસ પાડેશીને પણ સાચવીને ચાલે. એને એમ થાય કે સારી ચીજ એકલા ખવાય નહિ; એકલા ખાઈએ તે પચે નહિ. કેટલાક કહે છે કે-સુખી માણસે માંદા કેમ રહે છે? ખાધેલું પચતું નથી માટે! પણ ખાધેલું પચતું કેમ નથી? ગરીબની નજર લાગે છે! એકલે ખાય તે નજર ન લાગે? જે કે-પુણ્ય જોરદાર હોય તે બીજાની તેવી નજર અસર ન કરે, એમેય બને, પણ સારે માણસ કેઈની નજર લાગે, એવું તે કરે જ નહિ ને? પહેલાં રિવાજ હતો કે–નવું કાંઈ ખાવાનું આવ્યું હોય, તે આજુબાજુ સગા-સંબંધિઓને વહેચે. છોકરાનેય કહે કે-એકલા ન ખાઈએ. આજે શું કહેવાય છે? કહે કે-કઈ માગે તે ય આપીએ નહિ. મારા તે મારા