________________
બીજો ભાગ
૩૫૫
હોય, તે ય તેનું ન સાંભળવું, એ શાસ્ત્રની વાતને આગ્રહ નથી, પણ ખરી રીતિએ તે એ પોતાની વાતને જ આગ્રહ છે. પિતે શાસ્ત્રને સમજતું ન હોય અને શાસ્ત્રને સમજી શકવા જેટલી પિતામાં બુદ્ધિ પણ ન હોય, તે એ શાસ્ત્રના જ્ઞાતાના આશ્રયે રહે-એ વસ્તુ જુદી છે, બાકી, માણસે સારી અને સાચી વાતને સમજવાને માટે, સદા તૈયાર રહેવાની વૃત્તિને તે અવશ્ય કેળવવી જોઈએ. દુન્યવી વ્યયહારમાં મધ્યસ્થભાવ:
મનુષ્યગતિના આયુષ્યના આશ્રોમાં, છેલ્લે અશ્રવ છે– કયાત્રાસુ માધ્યશ્ચમ ! લેકયાત્રામાં સંસારના બધા વ્યવહારેને સમાવેશ થઈ જાય છે. જેનામાં આ ગુણ હોય, તે સગાનુસાર દુન્યવી સઘળા વ્યવહાર કરે ખરે, પણ તે મધ્યસ્થભાવે કરે. સંસારને વ્યવહાર, એ, અતિ રાગથી કે અતિ શ્રેષથી ન કરે. આપણે જેને સામાન્ય પ્રકારને ઉદાસીનભાવ કહીએ છીએ, તેવા પ્રકારને આ માધ્યચ્યભાવ છે. સમ્યગ્દર્શન આવ્યું ન હોય, પણ મિથ્યાત્વની મન્દતા અમુક અંશે થઈ હોય, તે પણ દુન્યવી પ્રવૃત્તિઓમાં આવે મધ્યસ્થભાવ આવી શકે. મિથ્યાદષ્ટિ રાજાઓના પ્રસંગમાં પણ એવી વાત આવે છે કે-રાજા રાજપાટ તજીને વનવાસે જતા, તો છેકરાઓ તેમનાં ચરણેને સેવવાને માટે સાથે જતા; અથવા, છોકરાઓને રાજ્ય સંભાળવાને માટે રહેવું પડતું, તે વનવાસે જતા રાજાએ તેમને ઉત્તમ પ્રકારની હિતશિક્ષા આપતા. જે સમકિતી હોય, તે તે પોતાના રાગને દેવ-ગુરૂ આદિમાં જ જવાનો પ્રયત્ન કરે અને સંસાર