________________
૩૫૪
ચાર ગતિનાં કારણે સમજાવતાં ઝાઝું કષ્ટ ન પડે, કેમ કે એ જે કાંઈ પણ માનતે કે કરતે હોય, તેમાં તેને એ આગ્રહ ન હોય કે-હું આ માનું છું અગર તે હું આ કરૂં છું, માટે આ સાચું છે! એને કઈ પણ વાત સમજાઈ જાય, એટલે એને પિતાની પહેલાંની ગેરસમજણને આગ્રહ ન રહે. બીજાની વાત કદાચ ન સમજાય, પણ એ વાત સમજવા જેવી છે એમ પણ જે લાગે, તે એ એને સમજવાને પ્રયત્ન કરે. વાતને એ એવી રીતિએ સાંભળે અને સમજવાને પ્રયત્ન કરે કે–સમજાવનારને એ વાત એને સમજાવવા પ્રયત્ન કરવાનું, વધુ ને વધુ મન થાય! એમ થાય કે-આને આ વાત મહેનત કરીને પણ સમજાવું! જ્યારે કેટલાકની જોડે વાત કરતાં, સમજુ માણસને એમ થાય કેઆની સાથે માથાકૂટ નકામી કરી! કેમ કે–એને પિતાની વાતને, એ વાત પોતે માનેલી છે-એટલા પૂરત જ આગ્રહ હોય ! પિતે માનેલું પણ ખોટું લાગે છે તે મૂકી દેવું અને દુશ્મનનું પણ સાચું લાગે છે તે સ્વીકારી લેવું, એવી વૃત્તિ, એ બહુ ઉંચો ગુણ છે.
સ. શાસ્ત્રની વાતને આગ્રહ ન હોય?
શાસ્ત્રની વાતને આગ્રહ પણ કે હય? શાસ્ત્રને સમજ્યા વિના, શાસ્ત્રને નામે આગ્રહ કરે કે શાસ્ત્રને સમજીને શાસ્ત્રને નામે આગ્રહ કરે? આમ કહે કે-“શાસ્ત્રની વાતને મને આગ્રહ છે અને કેઈ એને “શાસ્ત્રની વાત આમ નથી – એવું કહે. તે એની વાતને એ સાંભળે કે વિચારે પણ નહિ? સાંભળે સૌનું, વિચારે બધું અને કરે શાસ્ત્રની આજ્ઞા મુજબ -એ બરાબર છે, પણ શાસ્ત્રને નામે પિતે ખોટું માની લીધું હોય અને સામે શાસ્ત્રની જ વાતથી ખેટાને ખોટું કહેતે