________________
બીજો ભાગ હતા કે–આખું ગામ એમને માન આપે. કેમ? મેંઢામાં પણ મીઠાશ અને હૈયામાં પણ મીઠાશ ! એવા સારા માણસે સન્માનાય, તેમાં પણ લાભ. ગામમાં બદી પેસતી એ સહેલાઈથી અટકાવી શકે. પહેલાંના કેટલાક શેઠીયાઓ આજુબાજુનાં પચાસ ગામમાં ધાર્યું કરાવી શકતા, કેમ કે–એમનામાં પૂર્વાલાપ, પ્રિયાલાપ અને સાથે સંવિભાગવિધાયિત્વ ગુણ હતા.
જ્યારે નીકળે ત્યારે ગામે ગામ કાંઈક ને કાંઈક એવું કરતા આવે કે–એ શેઠ ક્યારે પધારશે, તેની ગામ રાહ જુએ. સુખ પ્રજ્ઞાપનીયતા: - સુખપ્રજ્ઞાપનીયતા, એ પણ મનુષ્યગતિના આયુષ્યના આશ્રમાં ગણાય છે. જેની ગેરસમજને સહેલાઈથી દૂર કરી શકાય, એ સુખપ્રજ્ઞાપનીય છે-એમ કહેવાય. કેઈ વાર માણસ ગેરસમજમાં હોય, પણ જો કોઈ તેને સમજાવવાને ઈછે, તે જેને સમજાવવામાં તેને કેઈ દુર્ગુણ આડે આવે નહિ. એ સુખપ્રજ્ઞાપનીય કહેવાય પિતાની જે માન્યતા હોય, તેથી વિરૂદ્ધની વાત કઈ કહે, તે તે વિરૂદ્ધની વાત પણ, પિતાની માન્યતાની આડે આવે છે એટલા માટે જ નહિ સાંભળવી કે નહિ વિચારવી-એવું એને હોય નહિ. સારી વાત કોઈની પણ માનવી, આવી એનામાં વૃત્તિ હોય; એટલે, એને કઈ ભૂલ સમજાવે, તે પણ તે વાત ઝટ એને ગળે ઉતરી જાય. “તમારું કહેવું ખરું છે'—એમ બોલે, છતાં પણ પોતે એ વાતને માનવામાં
ઉં હું–કરે એવા કેટલા હોય છે? “પંચ કહે તે પરમેશ્વર, પણ મારી ખીલી ખસે નહિ.”—એવા સ્વભાવના માણસે પણ હોય છે ને? જે સુખપ્રજ્ઞાપનીય હોય, તે એવા ન હોય. એને
૨૩