________________
૩૫૦
ચાર ગતિનાં કારણે જનારાઓ, મેટે ભાગે ઉપાધિ રૂપ થઈ પડે છે. સારા માટે રિવાજ પણ, આજે તે પ્રાયઃ ખરાબ માટે થઈ ગયા છે. દેવ-ગુરૂનું પૂજન
સંવિભાગવિધાયિત્વ પછી, દેવપૂજન અને ગુરૂજનપૂજન. જે માનવ દેવને પૂજક હય, ગુરૂને પૂજક હય, તે પ્રાયઃ સારી ગતિમાં જવાની ચેગ્યતાવાળો હોય, એમ કહી શકાય. કેટલાક માણસો એવા હોય છે કે દેવ અને ગુરૂના સ્વરૂપના વિષયમાં એમને કશી ખાસ સમજણ જેવું હેય નહિ, પણ પિતાના કુલકમથી જે દેવ અને જે ગુરૂ મળ્યા હોય, તેમની પૂજા-સેવા કર્યા વિના જે રહે નહિ. દેવ-ગુરૂની પૂજા–સેવામાં આપણું જે વપરાયું તે ખરૂં, બાકી સાથે શું બાંધી જવાનું છે?—આવી વૃત્તિ કેટલાક માં હોય છે. કેટલાક એવા પણ હોય છે કે-જે દેવને અને જે ગુરૂને વેગ થઈ જાય, તે સર્વ દેવ-ગુરૂનું દર્શનાદિ કરે. ઉડે ઉડે એમ કે સેવવા લાયક તે આ છે, એટલે જ્યારે તક મળે ત્યારે દેવ-ગુરૂની સેવામાં એ પિતાની ચીજને પ્રેમથી ઉપયોગ કરે. આવા માણસ પણ, મનુષ્યગતિના આયુષ્યને ઉપાર્જનારા બને. તમે તે, એથી ઘણા આગળ વધેલા કહેવાઓ ને ? દેવની ભક્તિમાં, ગુરૂની ભક્તિમાં, સાધમિકની ભક્તિમાં, ધર્મનાં કાર્યોમાં અને અનુકંપાદિકમાં જેટલું ખચ્યું તેટલું લાભમાં અને બાકીનું બધું નુકશાનમાં, આવી જ તમારી માન્યતા છે ને ? તમે તે દેવાદિની ભક્તિ જેમ ઉચ્ચ પ્રકારે કરે, તેમ ઉચ્ચ આશયથી જ દેવાદિની ભક્તિ કરે ને? દેવ-ગુરૂની ભક્તિ વિના, જૈનને તે ચેન જ પડે નહિ.