________________
૩૪૮
ચાર ગતિનાં કારણે બાહડ મંત્રીના નાના ભાઈ ચાહડે વાપર્યા, એટલે શ્રી કુમા૨પાલે એ વસ્ત્રો પૂજા માટે નહિ પહેરતાં, ચાહડને નવાં વચ્ચે લાવવાનું કહ્યું. ચાહડે કહ્યું કે- આ વસ્ત્રો બંબેરા નામની નગરીથી આવે છે અને ત્યાંને રાજા જે વસ્ત્રો મેકલે છે, તે એક વાર પિતે વાપરીને પછી જ અહીં મોકલે છે. તરત જ શ્રી કુમારપાલે, પૂજા માટેનાં વસ્ત્રો બીજા કેઈએ પણ વાપર્યા વિનાનાં મળે–એવી વ્યવસ્થા કરવાની આજ્ઞા કરી. એ માટે, શ્રી કુમારપાલે ઘણું દ્રવ્ય ખર્ચાવ્યું હતું. કેમ એમ? શક્તિ અનુસાર ભાવના જાગ્યા વિના રહે નહિ. મહારાજા શ્રી શ્રેણિક જ જવલા ઘડાવતા. આવા આવા દાખલાઓ મજૂદ છે ને? આ તમે સાંભળેલું ખરું કે નહિ? સાંભળેિલું, છતાં તમારી પૂજા માટેની સામગ્રી તમારી શક્તિના અનુસારે ખરી? આપણે ત્યાં પશ્ચાનુપૂવ ક્રમે પણ વિવેચન આવે, પૂર્વાનુ પૂવી કેમે પણ વિવેચન આવે અને અનાનુપૂવી કમે પણ વિવેચન આવે. અહીં, દેવપૂજાની વાત પછીથી મૂકી અને સંવિભાગની વાતને આગળ મૂકી, તેમાં જે હેતુ છે, તે હેતુ સમજવા જેવું છે. પિતાનું છોડવાની અને તેને સદુપયોગ કરવાની જે વૃત્તિ, તેના વિના પૂજા કરે, તે ય પૂજામાં કશે ભલીવાર આવે નહિ. સામાન્ય સ્થિતિને પણ ઉદાર હદયનો જે રીતિએ દેવપૂજાદિ કરી શકે, તે રીતિએ તે, કૃપણ એવો શ્રીમન્ત પણ દેવપૂજાદિ કરી શકે નહિ. આર્ય દેશના રિવાજોમાં ય ગુણ :
પહેલાં રિવાજ હતો કે-જમવા બેસે ત્યારે રોટલાની પિપડી બહાર મૂકે. એમ કે આટલુંય કાડ્યા વિના ખવાય નહિ. કેટલાકે