________________
૩૪૩
બીજો ભાગ સંવિભાગવિધાયિત્વઃ
વિભાગવિધાયિત્વ, એ પણ મનુષ્યગતિના આયુષ્યના આ પૈકીને એક આશ્રવ છે. આ ગુણ, દાનરૂચિને સૂચક ગુણ છે. જેનામાં આ ગુણ નથી હોતે, તે દેવપૂજા અને ગુરૂભક્તિ આદિ પણ સારી રીતિએ કરી શકતું નથી; અને જેનામાં આ ગુણ હોય છે, તે દેવપૂજા અને ગુરૂભક્તિ આદિ પિતાની સમજ મુજબ, શક્તિ મુજબ, પણ ઉમદા પ્રકારે કરી શકે છે. આથી જ, પરમ ઉપકારી, સુવિહિતશિરોમણિ, આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે વિસ વિંશિકાઓ રચી છે, તેમાં દાનવિંશિકાને પહેલી મૂકી છે અને પૂજાવિંશિકાને પછી મૂકી છે. અહીં પણ, દેવપૂજન તથા ગુરૂપૂજન પહેલાં, આ સંવિભાગવિધાયિત્વ ગુણ મૂક્યો છે. પહેલાં દાનની વાત અને પછી દેવ-ગુરૂના પૂજનની વાત, એમ કેમ? ધર્મની પ્રાપ્તિ, ધર્મની આરાધના અને ધર્મની પ્રભાવનામાં દાનગુણ ઘણે સહાયક નીવડે છે. પિતાનું પણ પિતે જ ભેગવવું અને તે પણ કેઈના ઉપયોગમાં આવે નહિ તેમ ભેગવવું, તે જેને પસંદ ન હોય, તેનામાં આ ગુણ આવે. આપણે મેળવેલું, આપણા હક્કનું. આપણું માલિકીનું જે કાંઈ હેય, તે સંવિભાગ કર્યા વિના આપણને ભેગ. વવાને હકક છે–આવું જે ન માને, તેનામાં આ ગુણ આવે. પહેલાં, ઘરમાં જે કાંઈ રસેઈ આદિ કરી હોય, તે બધું નૈવેદ્યમાં મૂકાતું. ભેજનવેળાએ સુપાત્રની શોધ થતી. જમવા બેસતાં પહેલાં ઘર બહાર નીકળીને દિશાવકન કરે કે-કઈ સુપાત્ર આવે છે. આવી વૃત્તિવાળે, જે દેવપૂજા ને ગુરૂપૂજા