________________
૩૪૨
ચાર ગતિનાં કારણે સિદ્ધિને અગેને વિચાર આવ્યો એમને એમ થઈ ગયું કે
મેં આ કેવું ભયંકર પાપ કર્યું? આવું ભયંકર પાપ આચરનાર મને નરકમાં પણ ક્યાંથી સ્થાન મળે ?”
આ વિચાર આવતાની સાથે જ, તેમણે નિર્ણય કરી લીધું કે આ સુવર્ણ મને ખપે નહિ બધું ય સુવર્ણ તીર્થમાં લગાવી દઈશ.’
આ ઉત્કટ પરિણામ કહેવાય. તમને, કઈ વાર, આવે ઉત્કટ કેટિને પરિણામ આવે ખરો? તમારે આપવા પડે અને આપ, તે ય ક્રમે કરીને વધી વધીને આપ ને? પહેલાં પાંચ, પછી વળી દશ, પંદર એમ વધે ને? મન થઈ ગયું ને એકદમ મોટી રકમ આપી દીધી–એવું બને ખરું? પિલા તે, તરત દાન ને મહા પુણ્ય જેવું કરે. ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં દેવાય, તેમાં મહા પુણ્ય જરૂર બંધાય અરે, જે વખતે બોલ્યા અને તરત દઈ દીધું—એમાં અને બોલેલું પછીથી આપ-તેમાં પણ, પરિણામમાં બહુ ભેદ પડે છે. લખાવતી વખતે જે પરિણામ હોય, તે આપતી વખતે ન ટકે, એવું પણ બને પાછળથી આપતી વખતે, કદાચ એમ પણ થઈ જાય કે-વધારે પડતા લખાવી દીધા!” તમે ટીપમાં જે પૈસા લખાવે, તે પિસા તે જ દહાડે આપી દે ને? વળી, ટેપમાં પણ કેઈના પુણ્ય નિમિત્તે કાઢેલા પિસા લખાવે–એવું પણ બને ને? ખરી રીતિએ તે, લખાવેલા પૈસા મેડા અપાય નહિ અને મેડા આપ્યા હોય તે વ્યાજ આપવું પડે. તેમ જ, કેઈના પુણ્ય નિમિત્તે કાઢેલા પૈસા હોય, તે જેના પુણ્ય નિમિત્તે તે કાઢેલા હોય, તેનું નામ દઈને તે લખાવવા ને આપવા જોઈએ.