________________
-
૩૩૮
ચાર ગતિનાં કારણો રતિને પામવાની મહેનત કરે, તે કદાચ સર્વવિરતિ આવી પણ જાય ! જૈન સમાજ, કે જેના દેવ કે ગુરૂમાંથી કઈ અવિરત નહિ અને જેને ધર્મ વિરતિને જ ઉપદેશક, આવા સમાજમાં મોટે ભાગ અવિરતિમાં કેમ મરે છે? છેલ્લે છેલ્લે ય વિરતિને પામવાને માટે, કેમ તલસતે નથી? કહે કે-એની ઈચ્છા જ ઘણે ભાગે મરી ગઈ છે. જેન તરીકે એને જે અનુરાગ હો જોઈએ, તે અનુરાગ જ હજુ પ્રગટ નથી. સંસારની ક્રિયામાં ઉદાસીનભાવ આવે અને ધર્મક્રિયાઓ પ્રત્યે અનુરાગ પ્રગટે, તે એનામાં ચારિત્રમેહનીય કર્મને તેડવાની તાકાત છે, પણ આજે મોટે ભાગે એ બેમાં દેવાળ જેવી હાલત છે. ભગવાનની પૂજા કરવા જાય તે ય એને દૂધ, કુલ, કેસર વગેરે લઈને જવાની કાળજી કેટલી? આ તે તૈયાર માલ પર સીધે હાજર થાય અને જેમ ફાવે તેમ ઝટ ઝટ પતાવીને પાછે નીકળે. સામાયિક કરે, તે ય એને ખ્યાલ નહિ કે “સર્વ કાલની વિરતિ હું નથી કરી શકે, માટે આ બે ઘડીની વિરતિ કરૂં છું! આ બે ઘડીની વિરતિ પણ મારી સર્વકાલની વિરતિને ઘસડી લાવનારી બને તે સારૂ !” આજે ઘણે ભાગ કિયા કરતું નથી અને જે ક્રિયા કરે છે, તેમાં ય મેટે ભાગે લક્ષ્ય નથી, પછી ફળ નીપજે શી રીતિએ? ધર્મધ્યાનને અનુરાગ પ્રગટયા વિના અને સંસારની ક્રિયામાં ઉદાસીનભાન આવ્યા વિના, જીવનમાં તમે રળી શું શકવાના? અને, મરતાં પણ શું સાધવાના? તમે જાતે એકલા હે તે ય મરણને સુધારી શકે, એ અભ્યાસ કરવા માંડ્યો છે? એ અભ્યાસ હેય તે ય, ગુરૂને વેગ મળે તે સારું ને? જરા માંદા પડે કે ઝટ ગુરૂને વેગ જોઈએ, એમ થાય ને?