________________
૩૩૬
ચાર ગતિનાં કારણો હૈયે બેઠે હોય, તે દુનિયાનાં કામ કેવાં થાય? કરવાં પડે માટે થાય, બાકી મનનું ખેંચાણ આ તરફ હાય ! આવાને શી રીતિએ ખરાબ ગતિના આયુષ્યને બંધ પડે? પ્રત્યાખ્યાની કથાઃ
કક્ષાનું પ્રત્યાખાનીપણું, એ પણ મનુષ્યગતિના આયુષ્યને એક આશ્રવ છે. પ્રત્યાખ્યાન કષામાં સર્વવિરતિને રોકવાની તાકાત છે, પણ દેશવિરતિપણું આવવામાં એ કષાય બાધક નીવડતા નથી. દેશવિરતિ લેનારને ઈચ્છા તે સર્વવિરતિની જ હોય છે, પણ સર્વવિરતિને સ્વીકાર કરવા જેગી. સ્થિતિ હોતી નથી અને વિરતિ વિના ચેન પડતું નથી, એટલે દેશવિરતિ સ્વીકારે છે. આવા દેશવિરતિધરને, જેટલી વિરતિ, થાય તેટલો તેને આનંદ હોય અને જેટલી અવિરતિ રહી. હોય તેટલું તેનું દુઃખ હેય એમ કહેવાય ને? તમારામાં જેણે જેણે બાર વ્રતો પૈકી એકાદિ વ્રત સ્વીકાર્યું છે, તે બધા દેશવિરતિ ગણાય. જે દેશવિરતિ હોય, તેને આનદ શાને હોય? જેટલી વિરતિ થઈ તેને ને? અને જે અવિરતિ રહી, તેનું દુઃખ પણ હોય ને? વિરતિને આનંદ અને અવિરતિનું દુખ, એટલે ઈચ્છા તે સાધુપણાની જ ને? સાધુપણું નથી લઈ શકાયું–તેનું હૈયે દુખ હોય તે તેને ઉપાય થઈ શકે. તમારી શું મરજી છે? ઉપરના કષાયે. એટલે કે-અનન્તાનુબંધી કષાય અને અપ્રત્યાખ્યાન કષાયે કરતાં, આ પ્રત્યાખાની કષા પાતળા ખરા, પણ આખર જાત તો કષાયની જ ને? એટલે, એની જાત સારી નહિ જરા ચૂક્યા, તે આ કષાયે એવા કે-ઉપરનાને કદાચ બેલાવી લાવે અગર ઉપરના