________________
૩૩૫
બીજો ભાગ સમય આવે છે. જેને આજિવિકાદિ માટે જરૂર હોય તે ધંધે કરવા જાય તે ય સાંજે બે ઘડી બાકી હોય ત્યાં તે પાણું ચૂકવી શકાય તેમ જમી લે અને સાંજની પૂજા કરે. પછી, ઘરમાં પૌષધશાળામાં પેસે. સુશ્રાવકના ઘરમાં પૌષધશાળા પણ હોય ને ? મકાનમાં હાલ તે ઘણા હોય છે, માત્ર બે માટે નહિ,શ્રી જિનમંદિરને માટે નહિ અને પૌષધશાળાને માટે નહિ, એમ જ ને? બંગલે રહેનારાઓ, જ્યારે આવે ત્યારે ભગવાનને બંગલે પધરાવે અને જાય ત્યારે પાછા જ્યાંને ત્યાં પધરાવી લે, એમ કરી શકે ને ?
સ૦ જગ્યા જોઈએ ને ?
એટલે, આની જરૂર નહિ માનેલી ? ઘરમાં નહાવાની જગ્યા જોઈએ, મુતરવાની જગ્યા જોઈએ, બેસવા ઉઠવાની જગ્યા જોઈએ, સૂવાની જગ્યા જોઈએ, રસોડાની જગ્યા જોઈએ, ખાવાની જગ્યા જોઈએ, સામાન ભરવાની જગ્યા જોઈએ, કિંમતી ચીજો રાખવાની જગ્યા જોઈએ,–એ વગેરે જોઈએ; અને ન જોઈએ માત્ર આ બે, એવું કેણે તમને શીખવ્યું? આજે પણ સુખી માણસે ધારે તે શ્રાવકજીવનના વિધિને જીવનમાં ઉતારી શકે, પણ એ માટે હૈયાને અનુરાગ ને ઉત્સાહ જોઈએ. સાંજે આવશ્યક કરી, ગુરૂ હેય તેમની સેવા કરી, તત્ત્વચિન્તા કરે અને ઘરે સ્વજનોને ધર્મકથા સંભળાવે. પછી બધું વોસિરાવીને સૂઈ જાય. આ બધી ધર્મક્રિયાઓ ચાલુ છે? ત્રણે કાળ શ્રી જિનપૂજન થાય છે? શ્રી સિદ્ધક્ષેત્રમાં પણ થાય છે? વાત એ છે કે ધર્મક્રિયાઓને તેટલે રસ હજુ પેદા થયે નથી. ધર્મક્રિયાઓને રસ હોય અને એમાં એકાગ્રતા આવે, તે તે પણ ધર્મધ્યાન છે અને તેને જોઈએ અનુરાગ. એ અનુરાગ