________________
333
બીજો ભાગ
ય જાય, પણ તે જો શક્તિસપન્ન હાય, તે છેવટ શ્રી જિનદર્શન અને શ્રી જિનપૂજનની વ્યવસ્થા કરવાને ચૂકે નહિ. શ્રાવકની દિનચર્યાં :
રાત્રિ ચાર ઘડી ખાકી હાય, ત્યારથી શ્રાવકની નિચર્યા. શરૂ થાય. સૂર્યોદય થવાને ચાર ઘડી બાકી હાય, ત્યાં તે શ્રાવક ઉઠે. જેવા જાગે તેવા જ તેને નવકાર સાંભરે. નવકારને યાદ કરવા પડે નહિ, પણ નવકાર યાદ આવ્યા વિના. રહે નહિ. એને એવા અભ્યાસ થઈ ગયા હોય. ઉઠીને જરૂર હાય તેા શરીરની શુદ્ધિ કરી લે. તે પછી શુદ્ધ વસ્ત્ર પહેરીને નિયમ અને સમય મુજબ પ્રતિક્રમણાદિ કરે. પ્રતિક્રમણાદિ કરતાં પહેલાં, તે પોતાના ધર્મોનિયમ આદિને યાદ કરે. ‘હું કાણુ છું ? ’–વગેરે વિચારે. ‘આજે કયી તિથિ છે અથવા તે આજે કયા ભગવાનનું કયું કલ્યાણક છે’-એ વગેરે પણ યાદ કરે. રાત્રે સ્વપ્નાદિક આવેલ હાય તેા, પ્રતિક્રમણ કરતા હાય કે પ્રતિક્રમણ ન કરતા હાય, તેા ય તેને અંગે કાઉસ્સગ્ગ કરે. નિયમ ધારવાના હોય તે ધારે અને પચ્ચખ્ખાણ કરે. પછી, મલમૂત્રાદિને ત્યાગ કરી, પવિત્ર શરીરવાળો બનીને પૂજા કરવા જાય. શ્રાવકના ઘરમાં મેાટે ભાગે શ્રી જિનમંદિર હોય. જેટલા સુખી, તેના ઘરમાં શ્રી જિનમંદિર ખરાં ને ? હમણાં તા, હાય તે ય કાઢી નાખવા માંડયાં છે ને ? સ૦ આશાતનાનેા ડર લાગે છે.
ય
પહેલાં, આશાતનાના ડર નહિ લાગતા હોય ? આશાતનાના ડર કરતાં, એમાં કાઈ બીજી જ વસ્તુ કામ કરી રહી છે. પહેલાં, નાનાં નાનાં ઘરમાં પણ શ્રી જિનમદિર