________________
૩૩૨
ચાર ગતિનાં કારણે વાત જુદી છે, પણ જેમને સુખને વેપાર છે, તે જે સતેષથી જીવવાને અને સંતોષથી મરવાનો નિર્ણય કરી લે, તે ચાર કલાકની આજિવિકા અંગેની પ્રવૃત્તિથી નીભાવી શકે કે નહિ ? તેમાંય જેની પાસે સારું સાધન હોય, તે તે આવા ચાર કલાક પણ શું કામ ગુમાવે ? અલ્પારંભ અને અલ્પ પરિગ્રહે જીવવાને નિર્ણય થઈ જાય, તે ઘણા ગુણ આપોઆપ આવી જાય. ધર્મક્રિયા કરનારા સુખી માણસને પણ શ્રાવકની દિનચર્યાની ખબર ન હોય, તે એનું કારણ શું? એ શું એમ નથી સૂચવતું કે-એમની ધર્મધ્યાનાનુરાગિતાની વાતમાં બહુ માલ જેવું નથી? શ્રી શ્રાદ્ધવિધિ આદિ ગ્રન્થ તે તમે વાંચી શકે તેમ છે. કેઈ દહાડે ગુરૂની પાસે જઈને, શ્રાદ્ધવિધિ આદિ
ને વંચાવવાની વિનંતિ કરી છે? અમારે દિવસમાં અને રાતમાં કેમ કેમ વર્તવું જોઈએ અને શું શું કરવું જોઈએ, એ પ્રમાણે કોઈ દિવસ ગુરૂ પાસે જઈને પૂછયું છે? જે વ્રતધારી બન્યા છે, તેમની પાસે ય દિનચર્યાની નેંધ મળે નહિ ને? તમે જે શ્રાવકની દિનચર્યાને બરાબર જાણી લે, તે
જ્યાં સુસાધુઓનું આવાગમન હોય તે સિવાયના ક્ષેત્રમાં ચાલે ત્યાં લગી રહેવું જ નહિ, એમ હૈયે લખાઈ જાય. ડકટરને મેક પણ એ ઝટ પંચગીની, માથેરાન કે ડુમસ ન જાય ! હવા ખાવાને જવું પડે તેમ હોય, તે ય તે એવાં સ્થાન શોધ, કે જે સ્થાનમાં રહેવાથી પિતાની શ્રાવક તરીકેની દિનચર્યાને ધક્કો લાગે નહિ. એને વિચાર આવે કેત્યાં કાંઈક વધારે થયું, તે એ વખતે મુનિરાજનાં દર્શન ક્યાંથી મળવાનાં? ત્યાં નિર્ધામણા ક્યાંથી થાય? પછી, શરીરને મેહ જેર કરે અથવા તે બીજો ઉપાય ન હોય તે પંચગીની આદિ ઠેકાણે