________________
૩૩૦
ચાર ગતિનાં કારણે કાપત અને પિત લેશ્યાઃ
આપણે છ લેશ્યાઓની વાત કરી આવ્યા છીએ. તેમાંની. ત્રણ ખરાબ છે અને ત્રણ સારી છે. ખરાબ ત્રણમાંની બે ન હોય, પણ એક ખરાબમાંની અને એક સારામાંની એટલે કેકાત લેશ્યા અને પીત લેશ્યા, એ પણ મનુષ્યગતિના આયુષના આશ્રમાં ગણાય છે. બહુ ખરાબ વિચાર પણ નહિ અને બહુ સારા વિચાર પણ નહિ. પાપ કરવામાં પરિણમોની તીવ્રતા નહિ અને સારાં કામ કરવાની તીવ્ર ઈચ્છા પણ નહિ. ખરાબ કામ કરે તે ય, જે પરિણામ કૃષ્ણાદિ ખરાબ લેશ્યાવાળાને આવે છે તે, પરિણામ એને ન આવે અને સારા પરિણામ અંદર આવ્યા કરે. ધર્મધ્યાનાનુરાગિતાઃ
ધર્મ ધ્યાનાનુરાગિતા, એ પણ મનુષ્યગતિના આયુષ્યને આશ્રવ કરાવનાર છે. ધર્મધ્યાનના બે પ્રકાર છે. નિરાલંબન. ધર્મધ્યાન અને સાલંબન ધર્મધ્યાન. નિરાલંબન ધર્મધ્યાન સાતમે ગુણઠાણે હોય છે, જ્યારે સાલંબન ધર્મધ્યાન થે, પાંચમે અને છઠે ગુણઠાણે હોય છે. ધર્મકિયાએ જેને અનુરાગ હેય, તેનામાં ધર્મધ્યાનાનુરાગિતા છે–એમ કહેવાય. ધર્મ કિયાઓને અનુરાગ હોય, એટલે ધ્યાન મોટે ભાગે ધર્મ, કિયા તરફ રહે. દુન્યવી ક્રિયાઓ એ કરતો હોય, તે પણ તેને એમાં એટલે રસ ન હોય, કે જેટલે તેને ધર્મક્રિયાઓને રસ હોય; એટલે, દુન્યવી ક્રિયાઓ કરતાં પણ, એને એમ થયા કરે કે પેલી ક્રિયા ક્યારે થાય? તમને તે, ઝટ ધર્મ ક્રિયા પૂરી કરૂં અને પેલું કામ કરૂં, એમ થાય છે ને?