________________
બીજો ભાગ
૩૨૯ તેઓ ધર્મક્રિયા કરે અને એમાં ભૂલ થાય તે ય ભૂલ કરવા માટે ભૂલ ન કરે. ધીઠ્ઠાઈનહિ. આજે આવું બની શકે નહિ ને? બે ય બાજુ જોખમ. મૂકવા આવનાર શું મૂકવા આવ્યું તે જોયા-જાણ્યા વિના રાખવા માટે ય લેવાય નહિ અને જેને ત્યાં મૂકવું હોય તેની પણ પાવતી લેવી જોઈએ નહિ. તર જે ન મૂક્યું હોય તે મૂકહ્યું કહે-એ ય જોખમ અને મૂકયું હોય તેની આ ના પાડે એ ય જોખમ. હૈયાં સરલ ન હોય, ત્યાં જોખમ રહેવાનું. જેનામાં સ્વાભાવિક સરલતા હોય, તેને કપટ કરવાની સમજણ ન જ હોય-એમ નહિ, પણ એને કપટ કરવાનું મન થાય નહિ માનાપમાનને એ સમજે ખરે, પણ કેઈનું માન લેવાને માટે એ કઈને ઠગવાને
છે નહિ અને પિતે એગ્યને માન આપ્યા વિના રહે નહિ. સ્વાભાવિક નમ્રતા વિના, સ્વાભાવિક સરળતા રહેવી અગર આવવી, એ મુશ્કેલ છે. માન માટે પણ માયા સેવનારાઓ ઘણું હોય છે. જેના સ્વભાવમાં માયા હોય છે, તેને શાતિ હોતી નથી. માયાવીને દિ ને રાત ચિન્તા રહ્યા કરે છે. માન મળે નહિ તે માન મળ્યું નહિ-એની ચિન્તા, માન મેળવવાને માયા સેવે છતાં ફાવે નહિ તે તેની ચિન્તા અને જેણે માન ન આપ્યું તેને કાંઈ ન કરી શકે તે તેની ચિન્તા; એટલે, એ દુર્ગાનમાં સબડે ને એથી દુર્ગતિને પામે, તેમાં નવાઈ છે? જેનામાં સ્વાભાવિક નમ્રતા અને સ્વા- ભાવિક સરલતા હોય, તે જ્યારે જુઓ ત્યારે પ્રસન્નમુખ હોય? કારણ કે-જેના હૈયાને સુખ હોય, તેને ચહેરો બગડવાને કારણ શું છે? સ્વાભાવિક નમ્રતા અને સ્વાભાવિક સરલતા, - જીવને, સ્વાભાવિક રીતિએ જ ઘણું પાપોથી બચાવી લે છે.