________________
૩૨૮
ચાર ગતિનાં કારણે મૌન પણ માયાથી રહેવાય, તે તે છે. કેઈનાય હિત માટે વિવેકથી મૌન સેવવું–તે ય સારું અને વિવેકથી બેલવું –તે ય સારૂં. એ અવસર લાગે કે અહીં બેલવામાં બીજાએને લાભ નથી, તે મરતાં સુધી મુંગા રહે અને પૂછે ત્યારે પણ હિત ન લાગે તે કહે નહિ, એ વાત જુદી છે અને પિતાના દોષને છૂપાવવાને તથા પોતે જે સારે ન હોય તે સારે પિતે છે–એવું બીજાને મનાવવાને માટે મૌન રહે કે બેલે, તે ય તે સરલતા નથી. આપણે કઈને કહીએ કે“હું આપને” અને એ એમ માની લે, તે એ ઠગાય તે નહિ ને? જેનાથી એ માણસ ઠગાય, તેનામાં સ્વાભાવિક સરલતા નથી, એમ કહેવાય. હૈયાને એવું સરલ બનાવવું કેઆપણે જે વાત કહીએ, તેથી સામે માણસ ઠગાય નહિ. દુશ્મનને પણ છેતરાવાને ડર રહે નહિ અગર દુશ્મન પણ વિશ્વાસ મૂકે તે ઠગાય નહિ, એવું હૈયું જોઈએ. આગળના સમયમાં, વિધવા બાઈઓ કેથળી બાંધીને શેઠને ઘેર મૂકી આવતી. શેઠ પણ કેથળી ઉપર નામ લખીને મૂકી રાખે.
જ્યારે જરૂર પડે ત્યારે શેઠ કાઢી આપે અને પેલી લઈ આવે, પણ કેથળી જેવી મૂકી હોય તેવી હોય. ચોપડામાં એની નૈધેય ન હોય, તે પણ કદી વધે આવે નહિ. તે કાળમાં, આજના જેટલા ચેપડા નહિ. મેટે ભાગે, સીધા સાદા માણસ. એવા માણસે, ધર્મ સામગ્રીને ન પામ્યા હોય અને એથી ધર્મક્રિયા ન કરતા હોય, તે પણ પ્રાયઃ દુર્ગતિમાં ન જાય. હદયમાં એ સ્વાભાવિક નિષ્કપટ-ભાવ હોય એથી! એમાં જે એમને કોઈ સારે ગ મળી જાય અને ધર્મ મળી જાય, તે ધર્મ કરતાં એ ગાંડા-ઘેલા બની જાય; બહુ ઉત્સાહથી