________________
બીજો ભાગ
૩૨૧ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિ ખાતાંઓનાં વધારાનાં નાણુને વ્યવસ્થિત ઉપયોગ કરી લેવાનું, જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે કહેવાયું છે અને હમણાં હમણાંથી તે તક મેળવીને પણ ભારપૂર્વક કહેવાય છે, પણ વહીવટદારનું માનસ જ કઈ વિચિત્ર લાગે છે. જિર્ણોદ્ધાર અને જ્ઞાનદ્વાર આદિ માટે ઘણે સારે ઉપયોગ કરવાની જરૂર છે અને તે હજુ થઈ શકે તેમ પણ છે; છતાં સુઝે છે કેને? ધર્મ ખાતાઓનું દ્રવ્ય ઉચિત સદુપયોગમાં લગાવી દે, તો પછી વહીવટ શાને કરે, એ ચિન્તા છે કે શું છે? બેદરકારીથી, શું નુકશાન થશે, તેને વિચાર નહિ કરનારને નહિ સુઝે કઈ પણ વાત શાંતિથી સાંભળે અને ઝીણવટથી વિવેકપૂર્વક વિચારે, તે સમજાય. આ કાળમાં ધર્માદા મિલક્ત કે ખાનગી મિલકત સાચવી રાખવા જેવી નથી. એને ફેંકી દેવાની જરૂર નથી, પણ ઉચિતપણે એને ઉપયોગ કરવાનું લક્ષ્ય દેવાની જરૂર છે. મંદિરે આદિમાં શ્રીમંતે કરતાં મધ્યમ વર્ગનાઓએ અને ગરીબોએ આપેલું દ્રવ્ય વધારે છે. જેમના હૈયામાં ભગવાનની ભક્તિ વસી, તેમણે થોડામાંથી પણ ડું, ખાનપાનના સામાન્ય ખર્ચમાંથી પણ બચાવી બચાવીને આપેલું છે. આવાં નાણું ને દુરૂપયોગ ન થઈ જવા પામે, એની વહીવટદારને માથે અને સંઘને માથે મેટી જવાબદારી છે. “આજે ધર્મ ન જોઈએ, ધર્મનું અસ્તિત્વ નુકશાનકારક છે–એવી માન્યતા પણું જોર પકડતી જાય છે. આવા એના હાથમાં રાજસત્તા આવે અને ધર્મને માનનાર વર્ગ નબળો હોય, તે પરિણામે કેવાં આવે? જેટલા ધર્મો, તેઓએ કરવા ધારેલી વ્યવસ્થાની વિરૂદ્વમાં આવ્યા છે કે આવવાની સંભાવના છે, તે ધર્મોને નામ૨૧