________________
૩૨૦
ચાર ગતિનાં કારણે તે સમજ્યા ને ? એને અર્થ એ છે કે આ વાતને સાંભળવાની અને આ વાતને સાંભળીને આને અંગે સરખો જવાબ દેવાની ય ગૃહસ્થને દરકાર નથી! એટલે, તમારે બદલે અમારે જવાબ દેવો પડે છે. અત્યારની સ્થિતિ કેવી છે, તે અમારે સમજાવવું પડે છે. કહીએ છીએ કે–આ લેકે ટીપે ભરી ભરીને ગળા સુધી આવી ગયા છે, એમ એમનું માનવું થઈ ગયું છે. આ વાત બરાબર છે? તમારી મને દશા એવી છે, પણ વાત બરાબર નથી. આજે જેટલા સુખી છે, તેમાંના આ ક્ષેત્રમાં આવેલાઓ પણ જો અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં આનંદ અનુભવવા જેગું પણ માનસ કેળવે, તે એમાંથી પણ જતે દહાડે ઘણું સુન્દર પરિણામ આવવાની શક્યતા છે. સુખી માણસો સમજીને અલ્પારંભ અને અલ્પ પરિ ગ્રહમાં આનન્દ અનુભવવા જેગું માનસ કેળવે, તે આ * કાળમાં વળી વધારે જરૂરી છે. એમને પાછળથી પસ્તાવું નહિ
પડે. હમણાં આર્થિક કટોકટી વધતી જાય છે. ક્યારે મીત ઘટી જશે કે સાફ થઈ જશે-તે કહેવાય નહિ. જેમ કણરાહત કાયદો કરવાથી કેટલાકની મુડી સાફ થઈ ગઈ ને? તેમ, ચાલુ નાણાને ભાવ ઘટાડે તે કેટલી વાર? આજે કહેવાય છે કે-આખો દેશ ના થતું હોય તે શ્રીમંતને નાગા કરવા શું બેટા? આવું કાંઈ બને તે પહેલાં ચેતી જાવ ને માનસ પલટાવી દો, તે ગમે તેવી સ્થિતિમાં પણ તમે તે જરૂર દુર્ગાનથી બચી શકશે. બલ નથી પણ ડહાપણેય છે કે નહિ? સ, ધર્મખાતાં પણ મુશ્કેલીમાં મૂકવાનો સંભવ છે, એમ ઘણને
લાગે છે.'