________________
૩૨૨
ચાર ગતિનાં કારણે શેષ કરવાની પેરવી થાય, તે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. ધર્મોને ફાળે લોકના કલ્યાણમાં જ હોય છે, એટલે લેકકલ્યાણને, જનતાના આ ભવના ને પરભવના હિતને હાનિ પહોંચે તેવાં કાર્યો જેમને કરવાં હોય, તેમને ધર્મ આડે આવે છે–એમ લાગે અને એથી તેઓ એને દબાવવાને પ્રયત્ન કરે; આવા વખતે, ધર્મને માનનારી જનતામાં કદાચ બલ ન હોય, પણ ડહાપણ તે હેય ને? તમે ધારે તે, એવા પ્રયત્નને ડામી શકે અને તેને ડામી શકે નહિ તે કાળમાં ય તે નુકશાન કરી જાય નહિ, તેવી સુન્દર વ્યવસ્થા કરી શકે. મંદિર, મૂર્તિઓ આદિને ઉપાડી જવાય તેમ નથી, બીજી ક્રિયાઓ એક યા બીજી રીતિએ તેમનાથી અટકાવી શકાય તેમ નથી, ત્યારે, જે કાંઈ જેમની દાનત બગડે તેમના હાથમાં આવે તેવું હોય, તેનો તમે સદુપયોગ કરી લીધે હોય, તે એ શું લઈ જઈ શકવાના હતા ? શ્રી જિનની ભક્તિ કઈ વાર અમુક રીતિએ થાય અને મુશ્કેલીના કાળમાં જુદી રીતિએ પણ થાય. અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં સુખ માનનારાઓ જે વહીવટમાં હોય, તે તેઓ આ કામ બહુ ઝડપથી ને બહુ સારી રીતિએ કરી શકે. આપણે તે માનસ -પરિવર્તન માગીએ છીએ. તમે અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં આનન્દ અનુભવવા જેગું માનસ કેળવી લે, તે તમને મહાલાભ થાય. છેવટે કાંઈ નહિ, તે મનુષ્યજન્મ સુધી આવ્યા પછી આટલી મુડી તે સચવાય, એટલે કે-મરીને મનુષ્ય ગતિથી હેઠેની ગતિમાં જવું પડે નહિ. સ્વાભાવિક નમ્રતા :
મનુષ્યગતિના આયુષ્યના આશ્રમમાં આરંભ ની અલ્પતા