________________
૩૧૬
ચાર ગતિનાં કારણે તે મજેથી જીવી શકે. એનું મૃત્યુ પણ સુધરે, તેમાં નવાઈ નહિ. પછી પણ, એને માનવગતિથી નીચી ગતિ તે મળે નહિ કદાચ દેવગતિ મળે અથવા આના કરતાં ય સારી સામગ્રીવાળી મનુષ્યગતિ મળે; પણ મન સુધરે તે એ બધું શક્ય છે ને ? મનવૃત્તિ એવી પલટાતી જાય છે કે-અલ્પારંભ અને અલ્પ
પરિગ્રહમાં આનંદ માનનારા ઘટે છે : એમ થાય કે-ઘર નાનું હોય તે સારૂં. સાવરણ બહુ ફેરવવી પડે નહિ! ત્યાંથી સુખની શરૂઆત. મેટું મકાન જોઈએ, મોટી પેઢી જોઈએ, એ માટે જનાઓ ઘડ્યા કરેએવા ઘણું જોયા છે, પણ ઓછું કરવા જતા હોય અને ઓછામાં આનંદ અનુભવતા હોય-એવા ઓછા જોયા છે. કઈ વધારે મળે તેવી સગવડ કરી આપવાનું કહે, તે ય કહે-મારે વધારે નહિ જોઈ એ. શ્રી જૈન દર્શનને પામેલાએમાં અને અન્ય પણ આત્માના અસ્તિત્વ આદિને માનનારાં આસ્તિક દર્શનેને પામેલાઓમાં એવા હોય ખરા, પણ આ કાળમાં દેખાય છે બહુ જ ઓછા. એ મંદિરમાં જાય, તે મંદિરમાંથી બહાર નીકળવાની એને ઉતાવળ હાય નહિ. સમજે છે કે મારે બહાર જઈને કરવાનું છે શું? એવા માણસો જે ધર્મકિયાદિ કરે, તે બહ શાંતિથી કરે. ઘરના કામમાં ય, એવા માણસેને અશાન્તિ નહિ, એટલે જેને યતના જાળવવી હોય, તે સારી રીતિએ જાળવી શકે. પણ દિવસે દિવસે મનવૃત્તિ એવી પલટાતી જાય છે કે-અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં આનંદ માનનારે વર્ગ ઓછો થતો જાય