________________
બીજો ભાગ
૩૧૭
છે તેમ જ જેમની પાસે વધુ છે તેમાં પણ ઓછું કરવાની મહેનતમાં પડેલા ઓછા દેખાય છે. તમને આ વાત જચતી. હોય, તે તમે સુધરે અને છોકરાઓને પણ કહે કે- “આરંભ અને પરિગ્રહ જેમ અલ્પ હશે, તેમ બહુ આનંદ આવશે.” મનુષ્યગતિના આયુષ્યના આશ્રામાં, આ બેને પહેલું સ્થાન. આપ્યું છે. દાનાદિકની વાત છે, પણ તે પછીથી છે. એ તે એવું છે કે-હોય તો દેવાનું છે. ઓછામાં જેને આનંદઆવે, તે કદાચ અપ હોય ને બહુ થોડું દઈ શકે, પણ એના દાનમાં એને ઉલ્લાસ કેટલું હોય ? આરંભ ને પરિગ્રહ અલ્પ હોય, તે સમજુને શું થાય? જીવનમાં સાચવવાઉપાડવાનું ઓછું છે, એટલે જીવનમાં કેવી સારી શાન્તિ છે? જેની પાસે વધારે હોય, તેને એ પુણ્યશાલી કહે; કેમ કેએ સમજે છે કે-આ બધું તેને જ મળે છે, કે જેને. પુણ્યનો તે પેગ હોય; પણ “મારે આવું જોઈએ”—એમ એને ન થાય. “મારી પાસે આ કેમ નથી?”—એવું વિચારીને તે, હૈયે તેનું દુઃખ ધરે નહિ. એ તે અવસરે એ પણ વિચાર કરે કે-“આ બીચારાએ કેટલી બધી ઉપાધિમાં પડી. ગયા છે? આમની હાલત કેવી દયા ખાવા જેવી છે? અને, હું કે પુણ્યશાલી છું કે–મારે ઉપાધિ ઓછી છે અને આનંદ ઘણે છે!” જેની પાસે અલ્પ હોય, તે આ વિચાર કરે અને જેની પાસે વધારે હોય, તે એ વિચાર કરે કે
ક્યારે અ૯પ થાઉં કે જેથી આ બધી ઉપાધિઓમાંથી છૂટું !” એ વાત એના દિલમાં હોય, એટલે એને સદુપયોગ ચાલુ. હોય. શ્રીમંતોમાં આવી વૃત્તિ આવી જાય, તે ધર્મ ખાતાં સીદાય નહિ. ધર્મખાતાં માગે, એનાથી એમાં મળે ઘણું સૌને