________________
બીજો ભાગ
૩૦૫
ધર્મનાં કામ કર્યા કરે. ભગવાનની ભક્તિ સુન્દર પ્રકારે કરે, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કર્યા કરે તથા મંદિર અને ઉપાશ્રય આદિની સંભાળ રાખ્યા કરે. આવું કરવાનું મન થાય? મનનું કારણ મેટું છે ને? અહીં નિરાંતે બેઠા છે, પણ જે જરા વેપારની તક આવી જાય, તે થોડું નાખવાનું મન થઈ ગયા વિના રહે? લાભ દેખાય તે માણસ લાવરું નાખ્યા વિના રહે નહિ ને? જેઓની પાસે સાધન ન હોય તેઓની વાત જુદી છે પણ, સાધન હોય કે ન હોય તે ય અ૫માં સંતોષ અનુભવવાની શકિત કેળવી નથી, કેમ કે-૮૯૫ થવાની કે અલ૫ રહેવાની ઈચ્છા નથી. આરંભ ને પરિગ્રહ અલ્પ કરવા હોય તે ય થઈ શકે નહિ, એમ તમે કહી શકશે ? તમે અપને નિર્ણય કાલાનુસાર વિચાર કરીને કરે, કેમ કે–આજે ખર્ચા ઘણું વધી ગયા છે. આમ છતાં ય, ખર્ચાને નિર્ણય કરવામાં બહુ વિવેકી બનવું જોઈએ. બજારમાં થયેલી ભાવવૃદ્ધિ અંગે થયેલા ખર્ચાને વધારે ગણાય, પણ વ્યસનાદિને અંગે થયેલા ખર્ચાની વૃદ્ધિ ગણાય ખરી ? ખર્ચાની વાતને નિર્ણય કરતાં જેવું પડે કે–આ ખર્ચે વ્યાજબી છે કે ગેરવ્યાજબી? જેમ નેકરને તમે માલ ખરીદવાને માટે બહારગામ મેક હોય, તે તેને જે ખર્ચ થાય, તે તમે આપો કે નહિ ? આપે, પણ એણે ખર્ચાના કાગળીયામાં આટલો ખર્ચ સીનેમાએ જોવામાં થયે અને આટલે ખર્ચ સીગારેટ પીવામાં થયે–એમ લખ્યું હોય, તે તે ખર્ચો તમે આપે ખરા? પ્રમાણિક માણસને વ્યાજબી ખર્ચે મંજુર થાય, પણ આ શેખ ને ઇન્દ્રિયની અવશતાને ખર્ચો મંજુર થાય ? નહિ ને? તેમ, તમારે પણ તમારા જીવનનિર્વાહના ખર્ચાને અંદાજ કાઢતાં વિવેક વાપર