________________
૩૦૪
ચાર ગતિનાં કારણે સાચવી શકે. અહીંથી મરીને બીજે જવું પડે, તે પણ બીજે ય એને મનુષ્યજન્મ મળે. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહમાં આનંદ માણવા માડે, એટલે ધર્મ ઘણે થઈ શકે. જેઓની પાસે આજે માટે પરિગ્રહ છે, તેઓ આજના હિસાબે–વર્તમાન કાલના સગોની અપેક્ષાએ ગણતરી કરી લે કે-“મારે મારા અને મારા કુટુંબાદિના નિર્વાહ માટે કેટલું જોઈએ? એ ગણતરી મુજબ મુડી રાખીને વેપારધંધો બંધ કરી દે અને મુડી ખાવા બેસી જાય, તે એ માણસ કેટલી આરાધના કરી શકે? પિતાની ગણતરી કરતાં મુડી વધારે હોય, તે તેનો સદ, પગ કરી લે અને ફારેગ થઈ જઈને આ જીદગીને સફળ કરવાનું લક્ષ્ય રાખે, તે એ શું ન કરી શકે ? આવું કરતી વખતે, જેની પાસે મુડી હોય, તે વ્યાજ ઉત્પન્ન કરવાની વાતમાં પણ પડતા નહિ. વ્યાજ ઉત્પન્ન કરવાનું રાખશે, તે ય આજના કાળમાં તે મોટી ઉપાધિ છે. જ્યાં વ્યાજે મૂક્યા હોય, ત્યાં જોયા કરવું પડે છે અને, આજની શાહુકારી પણ કેવી છે? વ્યાજ લેવા જતાં મુડી પણ ડૂબી જાય અને પાછા ઉપાધિમાં પડી જવું પડે, એવું ય બને ને? માટે, જેનાથી શક્ય હોય તેણે તે, એ ઉપાધિ પણ રાખવા જેવી નથી. તમે જે આવી વૃત્તિવાળા બની જાવ અને તમારી ગણતરી મુજબ તમે બે લાખ રૂપિયા પણ રાખો, તે ય તમારી ગણતરી અલ્પ પરિગ્રહમાં થઈ શકે. અહીં જે આગળ સુખી માણસે બેઠા છે, તેમની આ ઈચ્છા છે? અલ્પારંભી અને અલ્પપરિગ્રહી બની જવું હોય તે ઉપાય ઘણા છે, પણ આરંભનો ને પરિગ્રહને ડર છે ખરે? એનાથી જેટલા આઘા રહેવાય તેટલું સારું, એમ મનમાં છે? પછી એ બજારની સામે જુએ પણ નહિ અને