________________
૩૦૨
ચાર ગતિનાં કારણે બાંધવાની ઈચ્છા નથી; મેટી મુડી પાછળ મૂકી જવાની ઈચ્છા નથી; આગળ આવવાનું મન નથી, એટલે, લાંબે ધંધે કરવાનું મન થતું નથી. અહીં પેટ પૂરતું સુખે મળી જાય છે અને સંજોગ મુજબ સુખે ધર્મ થઈ શકે છે, એટલે આથી અધિકની ઈચ્છા જ થતી નથી. મળેલી મુડી સાચવવી હોય તે –
અલ્પારંભ અને અલ્પ પરિગ્રહવાળાને તે ઘણું સુખ હોય છે. કોઈ કારણસર અચાનક ગામ છેડીને ચાલ્યા જવાને વખત આવે, તે પણ એને બહુ ચિન્તા નહિ. જે કાંઈ થોડું -ઘણું હોય, તે લઈને હાલત થાય. તમે શું કરે? તમારે તે ચાર દહાડા બહારગામ જવાનું હોય તે ય, અગાઉથી તૈયારી કરવી પડે ને? જેને કમથી કમ મળેલી મુડી સાચવી રાખવી હેય, એટલે કે પુણ્યગે મનુષ્યપણું મળી ગયું છે અને હવે મનુષ્યપણાથી નીચી ગતિમાં તે ન જ જવું હોય, તેણે વધુ આરંભ અને વધુ પરિગ્રહની તે ના જ પાડી દેવી જોઈએ. મનને એવું કેળવી લેવું જોઈએ કે-અધિકની ઈચ્છા જ થાય નહિ. અધિકમાં ઉપાધિ અધિક અને તે ન જોઈએ—એમ થયા જ કરે. કેઈ સામેથી ધધ આપવાને આવે, તે ય ના પાડવી. તમે જે એટલું જ નક્કી કરી લે કે-રોટલા જેટલું મળી જાય એટલે બજારમાંથી ઘેર ચાલ્યા આવવું છે, પછી કમાવાને સારે પણ ધધ મળતું હોય તો ય તે નથી જોઈતા અને હાલ જે કાંઈ છે તેમાં વધારવું તે નથી, પણ વધારે પરિગ્રહ હોય તો તેને સદુપયોગ કરી લે છે, તે તમને અલ્પારી અને અલ્પપરિ. ગ્રહી બની જતાં વાર લાગે નહિ.