________________
ચાર ગતિનાં કારણેા
હાય, તેા શું કરવુ જોઈએ ? જીવનનિર્વાહ માટે જરૂરી સામગ્રી મળી જાય, એટલે વધુને મેળવવાની વૃત્તિનો ત્યાગ કરવા જોઈએ. જેમ જેમ માણસ અલ્પ આરંભથી અને અલ્પ પરિગ્રહથી જીવનનો નિર્વાહ કરવા માંડે છે, તેમ તેમ ઉપાધિ ઓછી થતી જાય છે. એની ચિન્તાઓ, ઘણે અંશે ઘટી જાય છે. લેાભાદિના ચાગે, ઘણા આરભ અને ઘણા પરિગ્રહનું મન થાય અને પછી નસીબનો ચેાગ ન હાય તા એ ઈચ્છા પૂરાય નહિ, એટલે માણસને ભારે દુ:ખ થાય છે. નસીબના ચેગ હાય અને ઘણા પરિગ્રહ મળી જાય, તેા પાછી તેને સાચવવા આદિની ચિન્તા ઉભી થાય છે અને પરગ્રહને વધારવા, સાચવવા આર્દિને અંગેનું આરભાદિનું દુઃખ પણ વધી પડે છે. ખાકી, જે માણસ જરૂર હાય તો બે-ચાર કલાક આજિવિકા ના પ્રયત્ન કરતા હાય અને એમાં જીવનનિર્વાહ પૂરતું મળી જાય એટલે સતાષ અનુભવતા હાય, અને તેા ધર્મની આરાધના કરવાના સમય કેટલા બધા મળી શકે ? ધમ કરતાં, એના હૈયામાં શાન્તિ કેટલી બધી હોય ? પણ શાન્તિપૂર્વક ધર્મની આરાધના વધુ સમયને માટે કરવાની વૃત્તિ જોઈ એ ને ? જેનું મન માન-પાનમાં ભમતું હાય, ‘મારે આટલી પેઢી
આ અને આટલા વેપા૨ે’-એથી જેનુ મન હરખાતું હાય, જ્યાં-ત્યાં લેાક મને આગળ કરે’-એવી જેને લાલસા હાય, તેને રાત-દિવસ એની એ ગડમથલમાં પસાર થઇ જાય, તેા ય તે બહુ સાલતું નથી. જેઆને આજે વેપાર આદિને અંગે, મળવા આવેલા પણ સ્નેહી-સબધિએ આદિ સાથે ય વાત કરવાની ફુરસદ નથી, એવા જીવા પણ જો રળતા હાય છે, તે એ ઉપાધિમાં આનંદ માનતા હોય છે ને ? વેપાર-ધંધામાંથી
૩૦૦