________________
બીજો ભાગ
૨૯૯
જીવનમાં આવી જાય, તેનાથી જીવનમાં બહુ શાંતિ અનુભવી શકાય. એ મરણને પણ શાન્તિપૂર્વક પામી શકે અને એમાં જે કાંઈક વધારે સારા ભાવ આવી જાય, તે દેવગતિનું ય આયુષ્ય બાંધે, નહિ તે મનુષ્યગતિનું આયુષ્ય તો ચોકકસ બાંધે ને? અહીંથી મરીને મનુષ્ય થાય, તે ય ત્યાં એને સારી સામગ્રી મળી જાય અને તેમાં પણ જે બહુ સુન્દર ભવિતવ્યતા આદિને વેગ હોય, તે ત્યાંથી સીધે મુકિતએ પણ પહોંચી જાય ને? એવું પણ બને ને કે અહીંથી મરીને સીધા મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યજન્મને પમાય? ત્યાં જે મનુષ્યજન્મ મળી જાય, એમાં જે ધર્મપ્રાપ્તિને અનુકૂળ અન્ય સામગ્રીને વેગ થઈ ગયે હેય, ધર્મશ્રવણની તક મળી જાય, સધર્મમાં રૂચિ પ્રગટી જાય, ધર્મારાધનને તીવ્ર વીલ્લાસ પ્રગટી જાય, એમાંથી શુકલ ધ્યાન આવી જાય અને શ્રેણિ મંડાઈ જાય, તે મેહનીય કર્મને ક્ષય થઈ જાય, વિતરાગપણું પ્રગટી જાય, કેવલજ્ઞાન પણ પ્રગટી જાય અને અન્ત શૈલેશીકરણ કરીને મુકિતએ પહોંચી જવાય, આવું પણ બની જાય ને ? પણ, એ બધું કાંઈ, કેવલ મનોરથ કર્યો જ થોડું સિદ્ધ થાય તેમ છે? તેને યોગ્ય પુરૂષાર્થ તો કરે જોઈએ ને? અપારંભ અને અલ્પ પરિગ્રહ
મનુષ્યગતિના આયુષ્યના આશ્રમમાં, પહેલી વાત અને ભારંભ અને અ૫ પરિગ્રહની છે. આરંભ અને પરિગ્રહનો સર્વથા ત્યાગ, એ કાંઈ તમારે સૌને માટે શક્ય ન ગણાય; પરન્ત આરત્યેય અલ્પ અને પરિગ્રહેય અલ્પ,એ તે બની શકે એવી વસ્તુ છે ને ? આરંભને અને પરિગ્રહને અલ્પ બનાવવા,