________________
૨૯૮
ચાર ગતિના કારણે તિવાળા જીવન પ્રત્યે રાગ અસાધારણ કટિને હોય છે. બધા તે કાંઈ ક્ષાયિક સમ્યકત્વને પામેલા હતા નથી, એટલે ક્ષાપશમિક સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓએ, સદા પિતાના સમ્યગ્દર્શન ગુણને નિર્મલ બનાવવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એ માટે, જેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સેવા અને નિગ્રંથ મુનિવરની ઉપાસના આદિ કરતા રહેવું જોઈએ, તેમ તના સ્વરૂપને જાણવાને પણ પ્રયત્ન કર્યા કર જોઈએ; તથા “ક્યારે હું એકાન્ત આ માગને સેવનારે બનું ”—એવું ચિન્તવન કર્યા કરવું જોઈએ. આમ સમ્યગ્દષ્ટિ આત્માઓએ પણ સાવધ રહેવું જોઈએ. મનુષ્યગતિના આયુષ્યના આશ્રઃ
હવે, મનુષ્યગતિના આયુષ્યને બાંધવાના આનું વર્ણન કરતાં પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા -શ્રી સુવિધિનાથ ભગવાને આપેલી દેશનાનું વર્ણન કરતાં ફરમાવે છે કે અલ્પ પરિગ્રહ તથા અલ્પ આરંભ, સ્વાભાવિક નમ્રતા તથા સ્વાભા. વિક સરલતા, કાપિત લેશ્યા તથા પીત વેશ્યા, ધર્મધ્યાનમાં અનુરાગ, પ્રત્યાખ્યાન કષાય, મધ્યમ પરિણામ, સંવિભાગવિધાયિત્વ, દેવપૂજન તથા ગુરૂપૂજન, પૂર્વાલાપ તથા પ્રિયાલાપ, સુપ્રજ્ઞાપનીયતા અને યાત્રામાં માધ્યચ્ય,-એ મનુષ્યગતિના આયુષ્યને બાંધવાના આશ્રવે છે. મનુષ્યગતિના આયુષ્યને બાંધવાના આઝવેને દર્શાવતાં, ઉપકારિઓએ જે ગુણનું વર્ણન કર્યું છે, તે ગુણો જે આપણા જીવનમાં આવી જાય, તે દુશ્મનને પણ આપણને વખાણવા પડે. આ ગુણે જેના