________________
૨૯૬
.
. .
ચાર ગાનના કારણ
ચાર ગતિનાં કારણે ચેસઠ ભેદે થાય છે. અનન્તાનુબંધી કષામાં એ તાકાત છે છે–આત્માને જે સમ્યગ્દર્શન નામને ગુણ છે, તે ગુણને એ કષાયને ઉદય પ્રગટ થવા દેતું નથી. અનન્તાનુબંધી કષાયે જ્યારે ક્ષેપશમને, ઉપશમને કે ક્ષયને પામ્યા હોય છે, તે સમયમાં જ આત્માને સમ્યગ્દર્શન ગુણ પ્રગટેલે હોઈ શકે છે. જ્યારે જ્યારે, જેને જેને, અનન્તાનુબંધી કષાયનો ઉદય વર્તતે હોય, તેને તેને ત્યારે ત્યારે સમ્યગ્દર્શન ગુણ પ્રગટેલે હોય જ નહિ. એવી જ રીતિએ, અપ્રત્યાખ્યાન કષાયે દેશથી પણ વિરતિને રોકનાર છે. અનન્તાનુબંધી કષાયને ક્ષાપસમાદિ થવાને વેગે જે આત્માઓમાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટો હેય, તે આત્માઓ જ વિરતિના સાચા પરિણામોને પામી શકે છે, પણ જ્યાં સુધી તેમને અપ્રત્યાખ્યાની કલાએને ઉદય વર્તતે હોય, ત્યાં સુધી તેઓ દેશવિરતિના પરિ. ણામને પામી શકતા નથી અને જ્યાં સુધી તેમને પ્રત્યાખ્યાની કષાયને ઉદય વર્તતે હોય, ત્યાં સુધી તેઓ સર્વવિરતિના પરિણામોને પામી શકતા નથી. છેલ્લા જે સંજવલન નામના કષા છે, તે ક્ષીણ થયા વિના, આત્મા યથાખ્યાત ચારિત્રને પામી શકતું નથી. સર્વવિરતિના પરિણામમાં રમતા એવા પણ આત્માને, યથાખ્યાત ચારિત્રને પામતાં રેકવાની તાકાત સંજવલન કષાના ઉદયની છે. જ્યારે સંજવલન કષાયે સર્વથા ક્ષીણ થઈ જાય, એટલે આત્મા પિતાને કષાયરહિત એવા સ્વરૂપને પામે. આથી, એ વાત પણ બહુ જ સ્પષ્ટ થઈ જાય છે કે–આત્માએ જે પોતાના સ્વભાવસિદ્ધ એવા ગુણને પ્રગટાવવા હોય, તે કષાયે ઉપર વિજય મેળવવાને ભારેમાં ભારે પ્રયત્ન કરે જોઈએ. જ્યાં સુધી કષા ઉપર