________________
૨૯૪
ચાર ગતિનાં કારણો સઘળા ય સંસર્ગોથી જેમ બને તેમ બચતા રહેવું જોઈએ અને તેમ છતાં ય કદાચ વિષયવાસના ઉત્પન્ન થઈ જાય, તે તેના ઉપર એકદમ વિજય મેળવી લેવાને માટે તત્પર બની જવું જોઈએ. વિષયવાસના વધી અને જે વ્યતિક્રમ ને અતિચાર આવ્યા, તે પતન ઘણું સહેલું. અતિચારથી ય બચવા અતિક્રમથી બચવું
“અતિચારને સેવવામાં તે વ્રતભંગ નથી ને? –આવું માનીને અતિચારને જે સેવે, તેનું શું થાય? વ્રતને જે ખરેખર ભાવ હતું, તે તે પ્રાયઃ મરી જાય ને? એવા વખતે જે આયુષ્યને બંધ પડી જાય, તે લીધેલું વ્રત લીધેલા રૂપે ન ભાગ્યું હોય તે ય, તિર્યંચગતિના આયુષ્યને બંધ પડી જાય. અહીં બેઠેલાઓમાં તે, મોટે ભાગે નિયમવાળા હશે ને? તમારામાંના કેટલાકે એ તે ગૃહસ્થપણે લઈ શકાય તેવું શું ત્રત સંપૂર્ણપણે લીધું હશે ને? જેમણે એ પ્રમાણે સંપૂર્ણ ચોથું વ્રત નહિ લીધું હોય, તેઓમાં પણ ઘણાએ પર અને ત્યાગ અને સ્વસ્ત્રીમાં સતેષ–એવું વ્રત લીધું હશે ને? તેમાંના અને બાકીના, તિથિએ તે બ્રહ્માના નિયમવાળા હશે ને? જેઓ આ નિયમ નહિ લઈ શક્યા હોય, તેઓને લાગતું હશે ને કે આપણે વિષયને બહુ જ આધીન છીએ? અતિ વિષયી, વિષયરસમાં મગ્ન બન્યો થક, કયી ગતિના આયુષ્યને ઉપાજૅ ? નરકગતિના આયુષ્યને જ ને? અહીં તે, એવા માણસની વાત છે, કે જેઓએ શીલવતને ગ્રહણ કર્યું છે. શીલવતને ગ્રહણ કરનારા આત્માઓ એ, પિતાના શીલવતનું સુન્દર પ્રકારે પાલન કરવાને માટે, શીલ