________________
બીજો ભાગ
: ૨૯૩
ચાર રૂપ હય, તે માણસ આશ્વાસનને પામે, વ્રત નથી ભાગ્યું–તેને સંતેષ અનુભવે અને જે અતિચાર લાગે, તેનાથી લાગેલા પાપની શુદ્ધિને સાધી શકે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારઃ
જે ક્રિયા અનાચારમાં પરિણમી ન હોય, પણ જેના ચેગે અનાચારને ઉત્પન્ન થવાની સંભાવના હોય, તે કિયા કદાચ અતિચારમાં પણ ગણાય. વતનો જે ભંગ, તે તે અનાચાર ગણાય; પણ એ અનાચાર અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર પછી સહેલાઈથી આવી શકે એવું છે. વિષયસુખની ઈચ્છા સામાન્ય જાગ્રત થાય, તે અતિકમ કહેવાય. જે ઈચ્છા થઈ, તેને માટે પગલું ઉપાડે એટલે વ્યતિક્રમ શરૂ થાય. પછી સ્પર્શાદિક કરાય અને વેગ વધે, એ વગેરે બધું અતિચારમાં ગણાય. તે ક્યાં સુધી ? જ્યાં સુધી જે આકારને કલ્પીને વ્રત લીધું છે, તે આકાર ન આવે ત્યાં સુધી! આથી, તમે સમજી શકે છે ને કે-અતિચારથી બચવું, એ કેટલું બધું આવશ્યક છે? અતિચારથી બચવાને માટે, અતિક્રમથી જ બચવાની કાળજી રાખવી જોઈએ. એક તરફ મારું વ્રત નહિ ભાંગવું જોઈએ—એ ખ્યાલ હોય, પણ અતિક્રમ થયે અને પછી વ્યતિકમ પણ થયે, પછી થાય શું? માણસ પશુક્રિયામાં પડી જાય ને? એ વખતે, વ્રત નહિ ભાંગવાની વૃત્તિ સજીવ હોવા છતાં પણ, મનની પરિણતિ કેટલી બગડી જાય? એમાંથી, વ્રતભંગ કરાવે તેવા આવેશને આવતાં પણ વાર કેટલી ? એટલે, વ્રતધારી આત્માઓએ, વિષયવાસના પ્રગટે નહિ–તેની કાળજી રાખવી જોઈએ ને ? વિષયવાસનાને ઉત્પન્ન કરે તેવા