________________
બીજો ભાગ
૨૮૭ પ્રત્યે અણગમે તે ખરો ને? એનાથી, તમે સાવચેત તે ખરા ને? મનમાં એમ તે ખરૂં જ ને કે-ક્યારે એ સુન્દર અવસર આવી લાગે, કે જ્યારે હું આ પાપોથી સર્વથા છૂટી જાઉં? સદુપગથી સદ્ગતિ સાધી શકાય ?
જે આવા ડાહ્યા હોય, તેઓ નિરૂપાયે-સગવશાત, આરંભ કરતા હોય અને પરિગ્રહ રાખતા હોય; એટલે, અવસરે તેઓ તેને સદુપયેગ કરવા દ્વારા સદ્દગતિને સાધી શકે–એ બને, પણ તે પ્રતાપ એના ડહાપણને ગણાય. આરંભ અને પરિગ્રહને સ્વભાવ કાંઈ સદ્ગતિમાં લઈ જવાને નથી. તમે તમારે માટે રાંધવાને આરંભ કર્યો હોય, તે એમાંથી તમે સુપાત્રદાન અને સાધર્મિક વાત્સલ્યને લાભ લઈ શકે, એમ બને ને ? સાધુ રૂપ જે સુપાત્ર છે, તેમને દાન કરવાને લાભ મેળવવાને માટે પણ આરંભ કરાય નહિ. સાધુ રૂપ સુપાત્રને દાન કરવાને લાભ મેળવવાને માટે પણ જો તમે ખાસ કારણ વિના આરંભ કરે, તે તે શું કહેવાય? એ તે તમે, પાપના ત્યાગી અને પાપથી બચીને ચાલનારાને, પાપમાં નાખવાને બંધ કર્યા જેવું કહેવાય ને? સ, કોઈ માંદગીને કે એ જ પ્રસંગ હોય તે પણ પાપ
લાગે ? આખી વાત ફરી ગઈ. એ તે ગ્લાનાદિની વૈયાવચ્ચને પ્રશ્ન છે. એમાં પણ સાધુ શું માને ? રેગાદિકને કારણે ન છૂટકે અપવાદને સેવ પડે, તે ય તે સાધુને ખટકે ખરો જ. એને પાછળથી એની પણ શુદ્ધિ કરવાનું દિલ થાય.