________________
૨૮૬
ચાર ગતિનાં કારણે લાચાર છે. એટલા માટે તે, હિંસાને તજી શકે કે હિંસાને તજી શકે નહિ તે પણ, કલ્યાણના કામીએ હૈયું કેવું રાખવું જોઈએ—એને સ્પષ્ટ કરતાં કહ્યું કેઅપરાધી શું પણ નવિ ચિત્ત થકી,
ચિન્તવીએ પ્રતિકુળ.” અપરાધી એવા ત્રસ જીવની હિંસા કરવી પડે, તે ય તે વખતે મનને કેવું રાખવાનું? અપરાધી જીવનું પણ ભૂંડું ચિન્તવવાનું નહિ! અપરાધી જીવ પ્રત્યેને પણ મૈત્રીભાવ મરે નહિ–એની કાળજી રાખવાની ! શરીર અને વચન કદાચ હિંસક બને, તે ય મન હિંસક બને નહિ. જેણે સાચે ભાવે નિરપરાધી એવા ત્રસ જીવેની હિંસાને ત્યાગ કર્યો હોય, તેણે પિતાના મનને આવું રાખવું પડે-એમ નહિ, પણ તેનું મન આવું રહે, કેમ કે હિંસા પ્રત્યે તે એને અણગમે જ છે. આ જીવ, સ્થાવર જીવોની હિંસામાં પણ રસવાળે હાય ખરે? હિંસાને ત્યાગ ભલે થડે હોય, પણ હિંસા માત્ર પ્રત્યે મનને ભાવ કેવો હોય ? એટલે, જેને હિંસા માત્ર પ્રત્યે અણગમો હોય, તેને “આરંભ તજવા જેવા છે અને આરંભ સ્વભાવે તે દુર્ગતિનું જ કારણ છે–એમ લાગ્યા. વિના રહે જ નહિ. ત્યારે, એને પરિગ્રહને રસ પણ હોય ? બાહ્ય સંગ અને પૌગલિક પદાર્થો તથા પિતાના પરિવાર આદિ પ્રત્યેનું મમત્વ, એ રાખવા લાયક કેને લાગે? બાહ્ય સંગે, આત્માને, પિતાના સ્વભાવને પ્રગટ કરવામાં તથા પિતાના સ્વભાવમાં રમવામાં અન્તરાય કરે ને ? બાહ્ય સંગમાં મૂછ જે જોરદાર હોય, તે તેથી આત્મા હિંસાદિક ભામાં રમનારો બને ને ? એટલે, તમને આરંભ કે પરિગ્રહ