________________
२८४
ચાર ગતિનાં કારણે સ્વભાવદશાને જેને સાચે ખ્યાલ આવી ગયું હોય, તેને આત્માની વિભાવદશા ખટક્યા કરે. આરંભ કરે, એ કાંઈ આત્માને સ્વભાવ છે? નહિ જ. ત્યારે પરિગ્રહ, એ પણ કાંઈ આત્માને સ્વભાવ છે? નહિ જ. એટલે, આરંભ અને પરિગ્રહ તેને હોય, કે જે વિભાવદશામાં હોય! અને જેને આત્માની, એટલે કે પિતાની વિભાવદશામાં રસ હોય, તેને જ આરંભમાં અને પરિગ્રહમાં ખરેખ રસ આવે ને ? તમને તે, વિભાવદશા ગમતી નથી ને? મેક્ષ એ જ આ ત્માની સંપૂર્ણ સ્વભાવદશા છે-એ તમને ખ્યાલ આવી ગયે છે, માટે જ તમે જે કાંઈ ધર્મ કરે છે તે કરે છે ને? એટલે, તમે જે ધર્મ કરે છે, તે જેમ બને તેમ આરંભથી અને પરિગ્રહથી છૂટવાને માટે જ કરે છે, એમ પણ કહી શકાય ને? આરંભ ને પરિગ્રહ સ્વભાવે ખરાબ છે–એમ લાગે તે મેટે
આરંભ અને પરિગ્રહ, એ સ્વભાવે એવી વસ્તુઓ છે કે-જીવને એ દુર્ગતિમાં જ ઘસડી જાય. આરંભ અને પરિગ્રહના ત્રણ વિભાગે પાડ્યા. મહા આરંભ અને મહા પરિગ્રહ, આરંભ અને પરિગ્રહ તથા અલ્પ આરંભ અને અપ પરિગ્રહ ! નરકગતિના આશ્રાને વર્ણવતાં, મહારંભને અને મહા પરિગ્રહને જણાવ્યા હતા; તિર્યંચગતિના આરોમાં, આરંભને અને પરિગ્રહને જણાવેલ છે, જ્યારે મનુષ્યગતિના આશ્રમમાં અભ્યારંભને અને અલ્પ પરિગ્રહને જણાવશે એટલે, આરંભથી અને પરિગ્રહથી જેટલી નિવૃત્તિ, તેટલું દુર્ગતિનું