________________
બીજો ભાગ :
૨૮૩ સાધુ બનવાની મારામાં તેવડ નથી, એટલે મારે આ પાપને સંસર્ગ રાખવો પડ્યો છે, એવું તે તમારા મનમાં ખરું ને? જે આ વિચાર હોય, તે આરંભમાં અને પરિગ્રહમાં રસ. કેટલે આવે? જેઓ આરંભને અને પરિગ્રહને સુખનું કારણ માને, તેઓને આરંભમાં અને પરિગ્રહમાં જે રસ આવે. છે, તે રસ કાંઈ આરંભને અને પરિગ્રહને પા૫ રૂ૫ માનનારને, આરંભમાં ને પરિગ્રહમાં આવે ખરે? નહિ જ, કેમ. કે આના મનમાં એ વાત બેકી જ છે કે–વાસ્તવિક રીતિએ તે, આ પાપનું એટલે દુઃખનું કારણ છે. એથી, એના મનમાં ખટક રહ્યા જ કરે અને મનની એ ખટક આરંભપરિગ્રહના રસને માર્યા જ કરે ને ? વિભાવદશા માટે આરંભાદિઃ
આરંભ અને પરિગ્રહ–એ પાપનું કારણ છે અને એથી એ દુઃખનું કારણ છે, એટલા માટે જ આરંભ અને પરિગ્રહ ત્યાજ્ય છે? ના, એ આત્માને પરભાવ છે. આત્માની એ વિભાવદશા છે. જેને સ્વભાવદશાનું ભાન થયું છે, તેને વિભાવદશામાં રસ હોય ખરો ? જેને જ્ઞાનની મહત્તા સમજાઈ છે, તેને અજ્ઞાનમાં રસ આવે કે એને અજ્ઞાન ખટકે? ન ભણું શકે-એ બને, સગવશાત્ ભણવાને પ્રયત્ન કરી. શકે નહિ-એ બને અને ભણવાની મહેનત કરવા છતાં પણ આ વડે નહિ–એ પણ બને; એથી, એ અભણ અથવા ડું ભણેલે રહે-એ બને, પણ એને અભણપણુમાં રસ આવે? એને તે, વારે વારે થયા કરે કે-જ્ઞાન જ મેળવવા ગ્ય છે. હું કમનસીબ છું કે-જ્ઞાની બની શક્તા નથી. આત્માની સાચી