________________
=
=
=
=
૨૮૨
ચાર ગતિનાં કારણે આરંભ અને પરિગ્રહઃ
આરંભ તથા પરિગ્રહ, એ પણ તિર્યંચગતિના આયુષ્યના આવે છે. જેણે આરંભથી અને પરિગ્રહથી સર્વથા મુકત બની જવું હોય, તેણે તે સાધુપણાને જ સ્વીકારવું પડે અને સાધુપણને સ્વીકારીને પણ તેના પાલનમાં બરાબર ઉપગશીલ બન્યા રહેવું પડે. સંસારી જીવને, આરંભથી અને પરિગ્રહથી સર્વથા બચવું, એ શક્ય નથી, છતાં પણ, આરંભ–એ ય તજવા
ગ્ય છે અને પરિગ્રહ-એ પણ તજવા ગ્ય છે, એવી માન્યતા તે, જેઓ સાધુ નથી થયા, તેવા પણ સમજુ જીની હાઈ શકે છે ! આરંભ, એ ય પા૫ રૂપ છે અને પરિગ્રહ, એ ય પાપ રૂપ છે–એવું તે તમે માને છે ને? તમને, આરંભ. કરવા સારા લાગે છે માટે તમે આરંભ કરે છે કે, સાધુ થઈ શકાય તેમ નથી અને સંસારમાં આરંભ વિના જવાય તેમ નથી, માટે તમે આરંભ કરે છે? એ જ રીતિએ, પરિગ્રહમાં. પરિગ્રહને કાંઈ તમે રાખવા જેવું માનીને રાખતા નથી ને? પરિગ્રહ પાપ છે અને પાપ કરાવનાર છે, એ વાત તે તમારા હૈયે બરાબર કોતરાએલી જ છે ને ? પરિ ગ્રહને તમે ભલે અત્યારે તજી શક્તા નથી, કદાચ જીવનભરને માટે તમે પરિગ્રહને તજી શકે નહિ-એમ પણ બને, પણ તમને તમારા પરિગ્રહને માટે શું થયા કરે? રાખવા જેવો નથી, પણ મારી વર્તમાન સ્થિતિમાં મારે એને રાખ્યા વિના છૂટકે નથી, માટે મારે રાખવો પડ્યો છે એમ થાય ને? અને એથી, આનાથી હું ક્યારે છૂટું-એમ પણ થાય ને? હું સાધુ બનું તે જ આ પાપથી બચી શકું એવું છે અને