________________
બીજો ભાગ
૨૮૧
જગ્યાએ પિતાનાં પાપનું સાચા રૂપમાં પ્રકાશન કરીને, તેની શુદ્ધિને માટે આવશ્યક એવું જે કાંઈ પણ કરવાનું ગુરૂ કહે, તે સર્વને શુદ્ધ ભાવે આચરવું જોઈએ જીવનમાં દેષ છે કે નહિ ? દોષ તે છે, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનના સુગને પામ્યા પછીથી પણ, શા માટે સશલ્યપણે મરવું જોઈએ? શાસ્ત્રોમાં અનેક સ્થલેએ “અનાચિત પાપકર્મા” કહીને, એમ સૂચવ્યું છે કે-કલ્યાણના અથી આત્માઓએ, સદ્ગુરૂઓની પાસે, પિતાનાં પાપની આલોચના અવશ્ય કરવી જોઈએ. આચના કરવાની વૃત્તિ હોવા છતાં ચ, પિતાના પાપને પોતાના પાપ તરીકે છૂપાવવાના કારણ માત્રથી પણ લક્ષમણ સાધ્વીની કયી દશા થઈ, તે તે તમે સાંભળ્યું છે ને ? શ્રી પર્યુષણ અઠાઈના વ્યાખ્યાનમાં એ પ્રસંગ પણ આવે છે, એટલે અહીં કહેવાની જરૂર નથી. માયા :
માયા, એ પણ તિર્યંચગતિના આશ્ર પિકીને એક આશ્રવ છે. માયા કોને કહેવાય, તે કાંઈ તમને સમજાવવું પડે તેમ છે? માણસે વિચારમાં, વાણીમાં અને વર્તનમાં સરલ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ પરિણામોમાં જેટલી સરલતા હોય, તેટલે લાભ થાય. સારાં પણ કાર્યોમાં, સ્વાર્થવિવશ બનીને માયા સેવાઈ જાય નહિ, તેની કાળજી રાખવી જોઈએ. શ્રી મલ્લિનાથ ભગવાનના પૂર્વભવના પ્રસંગને તે તમને ખ્યાલ છે ને ? તપમાં પણ, સ્વાર્થવશ બનીને માયા કરવાથી નુકશાન થાય છે, તો પછી સંસારમાં માયા સેવનારાએની તે કયી ગતિ થાય?